મશહૂર વિલન પ્રેમ ચોપરા રૂપેરી પડદે: ગુજરાતી ફિલ્મ ‘સાહિલ-જીંદગીની શોધ’ ગુરુવારથી સીનેમા ઘરોમાં

celebrity-villain-prem-chopra-trendi-the-gujarati-film-sahil-search-of-life-from-thursday-to-cinema-homes
celebrity-villain-prem-chopra-trendi-the-gujarati-film-sahil-search-of-life-from-thursday-to-cinema-homes

સૌરભ ભટ્ટ દ્વારા દિગ્દર્શન: મુખ્ય ભૂમિકામાં રાજન રાઠોડ, વિવેકા પટેલ અને અનુરેખા ભગત: સ્ટાર કાસ્ટ ‘અબતક’ના આંગણે

આ બધા ડાયલોગ હવે આને ગુજરાતી ફિલ્મ માં પણ સાંભળવા મળશે હાલમાં ગુજરાત ફિલ્મનો એક નવો ટ્રેન્ક પર જોશમાં ચાલી રહ્યો છે. દરેક શુક્રવારે એક થી વધુ ગુજરાતી ફિલ્મી રીલીઝ થઇ રહ્યા છે અને ગુજરાતની જનતા તેને હોંશે શોંશે સ્વીકારી પણ રહી છે. હિન્દી અને અંગ્રેજી ફિલ્મોની સાથે ગુજરાતની જનતા હવે ગુજરાતી ફિલ્મોમાં પણ સારુ રુચિ કેળવી રહ્યા છે અને ગુજરાતી ફિલ્મો પણ બોકસ ઓફીસ પર હાઉસ ફુલ જઇ રહી છે.હવે ગુજરાતી ફિલ્મોમાં બોલીવુડ આ કલાકારો પણ રસ લઇને કામ કરી રહ્યા છે. બોલીવુડના પીઢ અને વીતેલા જમાના આ મશહુર વિલન પ્રેમ ચોપડા ગુજરાતી ફિલ્મ દ્વરા રુપેરી પડધા પર આવી રહ્યા છે.

એક પત્રકાર ની વાત અને તેની સંઘર્ષની વાર્તા લઇને કલાનગીરી ભાવનગર ના પ્રતિષ્ઠિત લીલા ગ્રુપના કોમલકાંત શર્મા એલ એફ સો ફિલ્મના બેનર હેઠળ બનેલી ફિલ્મ સાહિલ જીંદગીની શોધમાં પ્રેમ ચોપરા સાથે ગુજરાતના નામાંકિત કલાકારો જેવા કે ચેતન દૈયા જીગ્નેશ મોદી મનીષા ત્રિવેદી, અને ભૂમિકા પટેલ અભિનય કરી રહ્યા છે. સાથે જ મુખ્ય ભુમિકા સાહિલ ફિલમનું દીગ્દર્શક સૌરભ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.આ ફિલ્મ તા. ૪ જુલાઇ રથયાત્રાના પવિત્ર દિવસથી સિનેમા ઘરમાં જોવા મળશે. આજે અબતક ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

 

Loading...