Abtak Media Google News

ભારતીય સંસ્કૃતિ અને ગાંધીજીના સિધ્ધાંતોથી અત્યંત પ્રભાવિત થયેલા તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ખુબજ લોકપ્રિય બનેલા ઉઝબેકિસ્તાનના મ્યુઝીક ગ્રુપ હાવાસ ગુરુહી (આરઝુઓનો સમૂહ) કાલે મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાતે આવી રહ્યું છે. ગૃ્રપ દ્વારા રાત્રે 8:10 કલાકે ગીત-સંગીતનું લાઈવ પરફોર્મન્સ આપવામાં આવનાર છે. હાવાસ ગુરુહી ગ્રુપની વિશેષતા એ છે કે તેમાં સામેલ સાત સભ્યો એક જ પરિવારના છે. ભરત અને ઉઝબેકિસ્તાન વચ્ચે વધુ ને વધુ ગાઢ સંબંધ બંધાય તે માટે સક્રિય રહેલા આ કલાકારોને હિન્દી અને ગુજરાતી ભાષાના એકેય શબ્દની જાણકારી નહિ હોવા છતાં તેઓ ખુ જ સારી રીતે હિન્દી-ગુજરાતી ગીતો લલકારી શકે છે. તેમ મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, યુટ્યુબ ઉઅર પણ જેના લાખો-કરોડો ચાહકો છે તેવા હાવાસ ગુરુહી ગ્રુપ કમ ફેમીલીમાં માતા-પિતા, 4 સંતાનો અને એક પુત્રવધુ સામેલ છે. તેઓ ભારતીય સંસ્કૃતિના અનન્ય ચાહક છે. ગાંધીજીના સિધ્ધાંતોને તેઓ અનુસરે પણ છે. આ ગ્રુપને અસંખ્ય નેશનલ  ઇન્ટરનેશનલ એવોર્ડ પણ પ્રાપ્ત થઇ ચુક્યા છે.

હાવાસ ગુરુહી ગ્રુપના ગ્લોબલ રાઈટ્સ ધરાવતા ભારતીય રીપ્રેઝન્ટેટીવ એવા રાજકોટના  જીગ્નેશભાઈ મહેતાના જણાવ્યા અનુસાર હાવાસ ગુરુહી ગ્રુપ  પરિવારને ઉઝ્બેકીસ્તાનના રાષ્ટ્રપતિએ દેશના પ્રથમ નંબરના ફેમીલી તરીકે ખિતાબ આપેલો છે.

રવિવારે સાંજે 4:30 વાગ્યે હાવાસ ગુરુહી ગ્રુપ રાજકોટ ગાંધી મ્યુઝિયમની મુલાકાત લેશે. ત્યારબાદ સાંજે 7:40 કલાકથી લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળશે, અને પછી રાત્રે 8:10 કલાકથી મ્યુઝીયમના કોર્ટયાર્ડ ખાતે ગીત-સંગીતનો લાઈવ કાર્યક્રમ પ્રસ્તુત કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.