Abtak Media Google News

સમુહ આરતી, સુંદરકાંડના પાઠ, હનુમાન બાહુક તથા હનુમાન ચાલીસાના પાઠ કરાયાં: ચાલુ વર્ષે ૭ર હજાર મોતીયાના ઓપરેશન કરવાનો લક્ષ્યાંક

પ.પૂ. સદગુરુદેવ ભગવાન રણછોડદાસજીબાપુ દ્વારા સ્થાપિત તા. ૧૧-૫-૧૯૪૬ તથા માનવસેવાની પ્રવૃતિઓથી ધમધમતા સદગુરુ સદન ટ્રસ્ટનો તા. ૧૧-૫-૧૯ ના રોજ ૭૩ વર્ષ પૂર્ણ કરીને ૭૪ વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે.

સદગુરુ સદન ટ્રસ્ટના સ્થાપના દિવસ નીમીતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું કરવામાં આવ્યું હતું. સવારે સદગુરુ સદન ટ્રસ્ટ તથા રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડોકટર્સ સ્ટાફ ભાઇ–બહેનો તથા ગુરુભાઇની બહેની દ્વારા પ.પૂ. સદગુરુ ભગવાનની સમુહ આરતી કરવામાં આવી હતી.

આ પ્રસઁગમાં ખાસ રાજકોટના રાજવી માધાતાસિંહજીના પત્ની મહારાણી કાદમ્બરીદેવી ઉ૫સ્થિત રહ્યા હતા. તથા ડો. અતુલ બદીયાણી, ડો. રમેશ સોલંકી, ડો. એસ.કે. સિંધ, ડો. ગીરીશ કીલડીયા, ડો. હેતલ લખાઇ, ડો. અમર પ્રીતકોટ, ડો. પાર્થ સતાણી, ડો. કલ્પેશ ખુંટ, ડો. ગઢવી તથા સંસ્થાના ટ્રસ્ટી પ્રવીણભાઇ વસાણી સમુહ આરતીમાઁ ઉ૫સ્થિત રહ્યા હતા અને આશ્રમના સ્થાપના દિવસ તથા ગુરુદેવના સેવાકાર્ય વિશે સૌને માહીતગાર કર્યા હતા.

રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્૫િટલ દ્વારા ગુજરાત રાજયનાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં ગરીબ તથા જરુરીયાત મંદ દર્દી ભગવાન મો વિનામૂલ્યે સદગુરુ નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૮-૧૯માં રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્૫િટલ રાજકોટ દ્વારા વિનામૂલ્યે ૫૨,૨૫૫ ફ્રી મોતીયાના ઓપરેશન કરવામાં આવેલ હતા. તથા આગામી વર્ષ ૨૦૧૯-૨૦ માં ૭ર હજાર ઓપરેશન કરવાના લક્ષ્યાંક સાથે ટ્રસ્ટી ડોકટર્સ તથા સ્ટાફ ભાઇઓ બહેનોને બાપુને પ્રાર્થના કરી હતી.

આશ્રમના સ્થાપના દિવસ નિમીતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરેલ હતું.જેમાં સંગીતમય શૈલી સાથે સુંદરકાંડના પાઠ, હનુમાન બાહુકાના પાઠ, તથા ૧૦૮ હનુમાન ચાલીસાના પાઠનું ભવ્ય આયોજન નીમ મંદીર હોલમાં કરાયું હતું. સાંજે સદગુરુ આશ્રમનુે દીવડાથી ઝગમગાટ સાથે શણગાર કરવામાં આવેલ હતો.ઉ૫રોકત ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઇઓ બહેનો ઉ૫સ્થિત રહ્યા હતા.

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.