Abtak Media Google News

મહિલા સશકિતકરણની ઉજવણી અંતર્ગત વેરાવળની ગર્લ્સ હાઈસ્કુલ ખાતે મહિલા શિક્ષણ દિવસની ઉજવણી કરવામા આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન જાલંધરાના અધ્યક્ષસને યોજાયેલ આ કાર્યક્રમમાં મહિલા અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા પુરવઠા અધિકારી શિતલબેન પટેલે પ્રેરણાત્મક માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ડીઝીટલ યુગમાં દિકરીઓએ ઉચ્ચ શિક્ષણ મેળવી અનેકવિધ ક્ષેત્રમાં સિધ્ધીઓ મેળવી છે આઈ.એ.એસ, આઈ.પી.એસ. રાજકીયક્ષેત્રે અને સામાજીકક્ષેત્ર પણ મહિલાઓ આગળ આવી રહી છે. તેઓશ્રીએ વધુમા ઉમેર્યું કે, કોઈપણ ક્ષેત્રમાં સફળતા સિધ્ધ કરવા માટે અનેક મુશ્કેલીભર્યા પડકારો સામે આવતા હોય છે ત્યારે દિકરીઓએ નાસીપાસ વાની જરૂર ની પડકારોનો સામનો કરી સફળતા સિધ્ધ કરવાની છે. નાયબ કલેકટરભાવનાબેન ઝાલાએ કહ્યુ કે, જીવનમાં  ધ્યેય નિશ્ચિત  હોવુ જોઈએ. સપનાઓને સિધ્ધ કરવા માટે સમયમર્યાદામાં સખત મહેનત કરવી પડે છે. ભણતરના દરેક વિષય જીવનમાં ઉપયોગી નિવડે છે. જિલ્લા મહિલા સપોર્ટ સેન્ટરના અલકાબેન કંડોરીયા અને કિંજલ મકવાણાએ ઉપયોગી માર્ગદર્શન આપ્યુ હતુ.

આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન મંજુબેન સોલંકી, જિલ્લા પ્રા.શિક્ષણાધિકારીશ્રી દાફડા, શાળાના શિક્ષકગણ તા મોટી સંખ્યામા વિર્ધાીનીઓ ઉપસ્તિ રહી હતી. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખ, આભારવિધી ડો.કાશ્મીરાબેન ટાંકે કરી હતી.

ગર્લ્સ હાઈસ્કુલની વિર્ધાીની  વેરાવળ પાલિકાના પ્રમુખ બન્યા

ગર્લ્સ હાઈસ્કુલ વેરાવળ ખાતે મહિલા શિક્ષણ દિવસની ઉજવણીમા સ્વાગત પ્રવચન કરતા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મયુર પારેખ જણાવ્યું હતું કે, આપણી આ શાળાની ભૂતપૂર્વ દિકરી વિર્ધાીની મંજુલાબને સુયાણી આજે વેરાવળ નગરપાલીકાના પ્રમુખ બની સેવારત છે. અહીયા બેઠેલી દિકરીઓની જેમજ  આ શાળામાં ભણેલી દિકરી મંજુલાબેન સુયાણીએ પણ અહિંી શિક્ષણ સો જીવન ઘડતરના પાઠ શિખ્યા હતા. ર્આત આ શાળાની વિર્ધાીનીઓ પણ ભવિષ્યમાં કોઈપણ ક્ષેત્રમાં આગળ હશે તે ચોક્કસ છે. નગરપાલીકાના પ્રમુખ બની મંજુલાબેને શાળાનુ નામ રોશન કર્યુ છે વેરાવળ-પાટણ શહેરના પ્રમ નાગરિક તરીકે તેઓ નિષ્ડાવાન બની ફરજ બજાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.