Abtak Media Google News

ઓખા પશ્ચિમ રેલવે મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય લેવલ ક્રોસિંગ જાગૃતતા સપ્તાહ અંતર્ગત ‘જાનહે તો જહાન હૈ’ ‘આપણું જીવન અમૂલ્ય છે, ‘રેલવે ફાટક પર દુર્ઘટના રોકીયે’ વિષય પર કાર્યક્રમ યોજાયો. રાજકોટ મંડળમાં કુલ ૩૧૩ સમપાર ફાટક છે. જેમાં ૧૯૦ માનવ સંચાલિત અને ૧૨૩ માનવ રહિત ફાટક છે. આ ફાટક પર કોઈ દુર્ઘટના ન થાય અને આ દુર્ઘટના રોકવા માટે ‘જાન હૈ તો જહાન હૈ’ ‘આપણું જીવન અમૂલ્ય છે’ ‘રેલવે ફાટક પર દુર્ઘટનાથી બચો’ ફાટક પાર કરવા જલ્દબાઝી ના કરો જેવા સ્લોગન ઉપર રાજકોટ મંડળના દરેક રેલવે સ્ટેશનો પર આ કાર્યક્રમ રાખવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય સંઘ દ્વારા ફાટકો પાર કરતી વખતે દુર્ઘટના ન થાય તે માટે જનજાગૃતિ માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય સમપાર ફાટક જાગૃતતા દિવસ મનાવવામાં આવે છે. આજરોજ ઓખા સ્ટેશન મેનેજર તથા ઓખા મહિલા ઉધોગ મંડળના પ્રમુખ ડો.પુષ્પાબેન સોમૈયા તથા તેમની ટીમ દ્વારા ઓખા બસ સ્ટેશન પાસેના મેઈન ફાટક પાસે આંતરરાષ્ટ્રીય લેવલે ક્રોસીંગ જાગૃતતા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં દરેક વહાનોને રોકી તેમને ટેમ્પલેટો આપીને ફાટક ક્રોસીંગ વિશેની માહિતી આપવામાં આવી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.