સૃષ્ટિના સર્જનહાર ‘વિશ્વકર્મા’ પ્રાગટયોત્સવની ઉજવણી

મંદિરે સવારથી જ દર્શનાર્થીઓની ભીડ; પૂજન-અર્ચન, ધ્વજારોહણ, શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો

સમગ્ર સૃષ્ટિના સર્જનહાર ભગવાન વિશ્વકર્મા પ્રભુજીનો આજે પ્રાગટયોત્સવ ઉલ્લાસભેર ઉજવાશે. સમસ્ત ગુર્જર સુતાર સમાજ દ્વારા આજે વિશ્વકર્મા મંદિરે પૂજન, અર્ચન, ધ્વજારોહણ, શોભાયાત્રા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો આયોજીત થયા છે.

રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં વિશ્વકર્મા દાદાનો જન્મ જયંતિ મહોત્સવ ભાવભેર ઉજવાશે. રાજકોટમાં ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા દિવાનપરા ખાતે આવેલા વિશ્વકર્મા મંદિરે આજે આખો દિવસભરચકક કાર્યક્રમો યોજાનાર છે. જેમાં સવારે ધ્વજારોહણ, મહાઆરતી, પૂજન, સ્નેહમિલન તેમજ સવારથી જ રકતદાન કેમ્પનો પ્રારંભ થયો છે.

ધારેશ્ર્વર મહાદેવ મંદિર ખાતેથી બપોરે વિશ્વકર્મા પ્રભુજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે જે સાંજે વિશ્વકર્મા ધામ રેસકોર્ષ ખાતે સંપન્ન થશે અને ત્યાં મહાઆરતી યોજાશે. રાત્રે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન તેમજ નૃત્ય નાટિકાનું આયોજન કરાયું છે.

આ ઉપરાંત તાલાલા, ટંકારા અને મજેવડી દેવતણખી ધામ ખાતે પણ ભવ્યાતિભવ્ય દાદાનો જન્મોત્સવ ઉજવાશે

વિશ્વકર્મા મંદિરે આજે સવારથી ભાવિક ભકતજનોની દર્શનાર્થે ભીડ જામી છે. મંદિરને રોશની સાથે દિવ્ય શણગાર પણ કરાયો છે.

Loading...