Abtak Media Google News

Table of Contents

શિવરાત્રીની પૂર્વસંઘ્યાએ વૈજનાથ મહાદેવ મંદિરે અશોક ભાયાણીના સ્વરે શિવધુન અને શિવતાંડવની જમાવટ થશે: ભાવિકોમાં ઉત્સાહ

દેવોના દેવ મહાદેવની વિશેષ સેવા-પુજા અને ભક્તિનો એકમાત્ર દિવસ એટલે મહાશિવરાત્રી ગણાય છે. રાજ્ય ઉપરાંત દેશભરમાં શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે છોટા કાશી ગણાતા હળવદના ચારેય ખુણે આવેલા પૌરાણીક શિવમંદિરો ખાતે હાલ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સાથે ઝાલાવાડનું સોમનાથ ગણાતા હળવદ ખાતે આવેલ વૈજનાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીની પૂર્વ સંઘ્યાએ શિવજીના ઉપાસક અશોક ભાયાણીના સ્વરે શિવધૂન તથા શિવતાંડવનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.હળવદ વાસીઓ માટે એક કહેવત છે કે શિવરત્રી તો હળવદમાં જ ખરેખર આ કહેવત સાર્થક થઇ રહી હોય તેમ હળવદના લોકો દેશના ગમે તે ખુણે હોય પરંતુ શિવરાત્રીના દિવસે હળવદ અચુક આવતા હોય છે. હળવદ શહેરની ચારેય દિશાઓમાં આવેલા અને વર્ષોપુરાણા શિખરબંધ શિવાલયો, વૈજનાથ મહાદેવ, શરણેશ્ર્વર મહાદેવ, પંચમુખી મહાદેવ, કાશીવિશ્ર્વનાથ મહાદેવ, નીલકંઠ મહાદેવ, ગોલેશ્ર્વર મહાદેવ સહિત અનેક શિવાયલો હળવદની રક્ષા કરી રહ્યા છે.

આગામી તા.ર૩ના મહાશિવરાત્રી પૂર્વ સંઘ્યાએ હળવદમાં આવેલ વૈજનાથ મહાદેવ મંદિરના પરિષદમાં ભવ્ય શિવ મહામંત્ર સંકિર્તન (શિવધુન) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના સુપ્રસિઘ્ધ અશોકભાઇ ભાયાણી (રામ નામ કે મોતી) ફેઇમ પોતાની આગવી શૈલીમાં સંગીતમય શીવધુનમાં મંત્રમુગ્ધ કરી જીવનને શીવમય બનાવશે. આ કાર્યક્રમમાં સહપરિવાર સાથે અચુક પધારવા વૈજનાથ ટ્રસ્ટ અને વૈજનાથ સેવક મંડળ દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથે જ આ કાર્યક્રમમાં ભાઇઓ અને બહેનોની બેસવાની વ્યવસ્થા અલગ રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.