Abtak Media Google News

માતાઓને આંગણવાડીમાં આવતા બાળકોને કેવો ખોરાક આપવો સહિતની બાબતોની જીણવટભરી માહિતી અપાઈ

તા.૧ સપ્ટેમ્બર ૨૦૧૮ રાંધણ છઠ્ઠના શુભ દિવસે લોધીકા તાલુકા મથકે રાજકોટ જિલ્લા કક્ષાનો પોષણ અભિયાન કાર્યક્રમનો શુભારંભ તેમજ રાષ્ટ્રીય પોષણ સપ્તાહ માહની શુભ શ‚આત લોધિકા તાલુકા પંચાયતના પ્રમુખ અનિ‚ઘ્ધસિંહ ડાભી, ઉપપ્રમુખ ભાવનાબેન મુકેશભાઈ, ગ્રામ પંચાયત લોધીકાના સરપંચ તથા સભ્યો તેમજ તમામ પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરીમાં રાજકોટ જીલ્લા આઈ.સી. ડી. એસ. કચેરીના પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે તાલુકા વિકાસ અધિકારી કુ.મીરાબેન સોમપુરા લોધીકા બાળ વિકાસ કચેરીના બાળ વિકાસ યોજના અધિકારી શ્રદ્ધાબેન ત્રિવેદી તેમજ મેડિકલ વિભાગમાંથી શાહીબેન એફ.એચ.ડબલ્યુ જીજાબેન તથા મામલતદાર કચેરી લોધીકામાંથી નાયબ મામલતદાર મોરડિયા બાળકો, માતાઓ, કિશોરીઓ તથા સગર્ભા બહેનોએ મોટા પ્રમાણમાં હાજરી આપેલ હતી.

આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દ્વારા આખા સપ્તાહ અને માસ દરમ્યાન બાળકોને કઈ ટાઈપનો ખોરાક આપવો તેની ટીપ્સ આપી હતી. માતાઓને આંગણવાડીમાં આવતા બાળકોને ઘરે કેવો ખોરાક આપી શકાય તેવી તમામ જીણવટભરી બાબતો પર ભાર મુકયો હતો અને કિશોરીઓ, સગર્ભા માતાઓએ આંગણવાડીની મુલાકાત લઈને જે વસ્તુ શીખવાની છે બાળકો માટે શું સંભાળ રાખવાની છે તે તમામ બાબતોની જીણવટભરી તલસ્પર્શી માહિતી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.