કારગિલ વિજય દિવસની ઉજવણી

તા.26 જુલાઈ એટલે ભારત દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી લખાયેલો દિવસ “વિજયદીવસ” ઇસ 1999માં આજ દિવસે ભારતના વીર સપૂતોએ કારગિલ યુદ્ધમાં ઓપરેશન વિજય દ્વારા પાકિસ્તાનની ધૂશણખોરો અને સેનાને ભારતદેશની પવિત્ર ભૂમિમાથી ખદેળી મુકાયા હતા. 2019માં 26 જુલાઈ ના રોજ ‘કારગિલ વિજય દિવસ’ને 20 વર્ષ પૂર્ણ થતાં હોય ભારતીય સેના અને ભારત સરકાર દ્વારા તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

આ ઉજવણીના ભાગ રૂપે ભારતના સંરક્ષણ મંત્રી દ્વારા દિલ્હી ખાતેથી અમર જવાન જ્યોતિ પ્રસ્થાન કરવામાં આવ્યું જે આજ રોજ તારીખ 19જુલાઇના રોજ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લા ખાતે પહોચી હતી.જ્યાં હિમાચલ પ્રદેશના સીએમ માનનીય શ્રી જયરામ ઠાકુર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું.

માનનીય મુખ્યમંત્રીની સાથે કારગિલ યુદ્ધ વીર બ્રિગેડીયર અજીતસિંહની આગેવાની હેઠળ ગુજરાતના સૌરાષ્ટ્રમાથી આવેલ સ્યોર શુટ વોર્નિંગની સમગ્ર ટિમ દ્વારા પણ આ અમર જવાન મશાલનું સ્વાગત કરવામાં આવ્યું.

તદઉપરાંત વિજય દિવસની આ ઉજવણીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી આ સ્યોર શુટ વોર્નિંગની સમગ્ર ટિમ અમર જવાન મશાલ સામે લેહ સેક્ટર મારફતે કારગિલ સુધી જશે અમે દેશના અમર શહિદ જવાનોને ખુબજ અંતપૂર્વક શ્રદ્ધાંજલી અર્પીત કરશે. સૌરાષ્ટ્રના આ લોહીયા યુવાનોની સમગ્ર ટિમમાં સૂબેદાર અનિલ વનપરિયા,સોનરરી કેપ્ટન ટીપું સુલ્તાન , સત્યપાલસિંહ જાડેજા, કૃપાલી સોલંકી, ઉદય વાનસુરિયા,ભાર્ગવ હીરાની,બંસી પરસાના,પ્રમજી પરમાર,નિકિતા ધોરજીયા,યશરાજ ગાલોરીયા સામેલ છે.

Loading...