Abtak Media Google News

લેહ લદાખના સોનમ વાંગચુક સ્ટેડિયમ ખાતે કારગીલ વિજય દિવસ નિમિતે રંગારંગ કાર્યક્રમ યોજાયો: સમગ્ર ઉજવણી દરમિયાન ‘અબતક’ ચેનલ જોડાયેલી રહેશે

૨૬ જુલાઈ ૨૦૧૯ એટલે કારગીલ યુધ્ધના વિજયને પૂરા થનાર ૨૦ વર્ષ આ વિજય દિવસની ઉજવણી રૂપે તેમજ દેશના વીર શહીદોને યાદ કરવા જમ્મુ કાશ્મીર રાજયના લેહ, લડાકમાં સોનમ વાંગચુક સ્ટેડિયમ ખાતે એક રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મુખ્ય મહેમાનોમાં ભારતીય સેનાના નોર્થન કમાન્ડના વડા લેફ. જનરલ રણબીરસિંહ, કારગીલ યુધ્ધના મહાનાયક લેફ. જનરલ વાય.કે.જોશી, પરમવીર ચક્ર વિજેતા સુબેદાર મેજર યોગેન્દ્રસિંહ યાદવ, બ્રીગેડયર અજીતસિંહ અને લદાકના સાંસદ જામયાંગ સેરીંગ નામગ્યાલ તેમજ કારગીલ યુધ્ધના યુધ્ધવિરો અને તેમના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ગ્રેમી એવોર્ડ વિજેતા (રીકી કેજ) સેન્ડ આર્ટીસ્ટ નોતેસભાર્તી વગેરે કલાકારો દ્વારા અદભૂત પ્રદર્શન કરવામાં આપ્યું હતુ આ કાર્યક્રમથી લદાકનો ચોતરફ ઘેરાયેલો પહાડો શહીદોના નામોથી ગુંજી ઉઠ્યા હતા. ઉપરોકત કાર્યક્રમમાં બ્રીગેડીયર અજીતસિંહની આગેવાનીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી ‘સ્ટોર શોર્ટ વોરિયર્સ ઓફ સૌરાષ્ટ્ર’ની સમગ્ર ટીમ તેમજ ઓનરરી કેપ્ટન ટીપુ સુલતાન ખાન, નિવૃત સુબેદાર અનીલ વણપરીયા રમેશભાઈ પરસાણા તેમજ મુકેશભાઈ પણ શહીદોને યાદ કરવા પહોચ્યા હતા અને બધા જ કારગીલ યુધ્ધના મહાનાયકો સાથે મુલાકાત કરીને તેમનું અભીવાદન કર્યું હતુ. આ ટીમને ખોડલધામ ટ્રસ્ટનો પણ સહયોગ મળેલો છે. આ ટીમ હવે વિજયદિવસની ઉજવણીના ભાગરૂપે બટાલીક સેકટર મારફતે દ્રાસ સેકટર તરફ આગળ વધશે. કારગીલ વિજય દિવસની સમગ્ર ઉજવણી દરમ્યાન ‘અબતક’ ચેનલ જોડાયેલી રહેશે.

Celebration-Of-Kargil-Day:-Greetings-By-The-'Great-Short-Warriors'
celebration-of-kargil-day:-greetings-by-the-‘great-short-warriors’
Celebration-Of-Kargil-Day:-Greetings-By-The-'Great-Short-Warriors'
celebration-of-kargil-day:-greetings-by-the-‘great-short-warriors’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.