જય જલિયાણના નાદ સાથે ભાવભેર જલારામ જયંતીની ઉજવણી

83

ભવ્ય શોભાયાત્રાનું સમાજના આગેવાનો દ્વારા સ્વાગત અને સન્માન; ગુંદી-ગાઠીયા, ખીચડી-કઢીનો હજારો લોકોએ પ્રસાદ લીધો; મહાઆરતી, બ્લડ ડોનેશન કેમ્પ, ભકિત સંગીત સંધ્યા સહિતના કાર્યક્રમો યોજાયા

જલારામ બાપાની ૨૨૦મી જન્મજયંતિ નિમિતે જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતુ સાથે સાથે મોડીરાત સુધી પ્રસાદની પણ વ્યવસ્થા પંચનાથ મંદિર ખાતે રાખવામાં આવી હતી. રાજમાર્ગો પર નિકળેલી શોભાયાત્રાનું ભાજપ કોંગ્રેસ સહિત દરેક સમાજના અગ્રણીઓ દ્વારા ભાવભેર સન્માન કરવામાં આવ્યું હતુ.

પ્રવિણભાઈ કાનાબારએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ૨૧ વર્ષથી શહેરનાં રાજમાર્ગો પર કારતકસુદી સાતમને દિવસે જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા બાપાની ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા રાજમાર્ગો પર નિકળે છે. ૨૨૦મી જલારામ જયંતિ નિમિતે એજ ઉત્સાહથી જલારામ જન્મોત્સવ સમિતિ અને રઘુવંશી પરિવારની સર્વે સંસ્થાઓ અને જલારામ ભકતોના શુભ સંકલ્પથી શોભાયાત્રા સંતો મહંતોની હાજરીમાં પ્રસ્થાન થયુ છે. રાજમાર્ગો પર વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવે છે.રથયાત્રાની પંચનાથ મંદિરે પૂર્ણાહુતી થઈ હતી અને સવાઆઠ વાગ્યે મહાઆરતી અને મોડીરાત સુધી જલારામ ભકતોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

રમેશભાઈ ઠકકરએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ૨૧ વર્ષથી જલારામ જયંતિ ઉજવતા આવ્યા છીએ ભવ્ય રથયાત્રા અને પ્રસાદનું પણ આયોજન કરીએ છીએ પરંતુ સમાજની એક વાત કરવી જોઈએ કે જલારામ બાપા પોતાના કર્મ દ્વારા ભોજનનું આયોજન કરી મહેનત કરી પશુપક્ષીઓને સાચવતા એ પ્રથાને જાળવી રાખીએ. અને શોભાયાત્રામાં જોડાવાનો કે પ્રસાદ લેવાનો અર્થ નથી પરંતુ શીખ લઈ એના પગલે ચાલી એના મુજબ કાર્ય કરી સમાજને શ્રેષ્ઠ આપીએ દાનનું મહત્વ પણ ખૂબજ છે.

શહેર ભાજપ

પૂ.સંત જલારામબાપાની રર૦મી જન્મ જયંતિ ઉજવણી અંતર્ગત નીકળેલ શોભાયાત્રાનું શહેરના નાગરીક બેંક ચોક ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાનીમાં અને ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, અશ્ર્વીન મોલીયા, દેવાંગ માંકડ, કિશોર રાઠોડ, દલસુખ જાગાણી, અજય પરમારની ઉપસ્થિતિમાં શહેર ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુૅ. આ તકે મોહનભાઇ વાડોલીયા, પ્રફુલ કાથરોટીયા, કંચનબેન સિઘ્ધપુરા, મહેશ રાઠોડ, વિક્રમ પુજારા, જયોત્સનાબેન હળવદીય, અનીલભાઇ પારેખ, હરેશ જોશી, નરેન્દ્રસિંહ ઠાકુર, દીનેશ કારીયા, રમેશ અકબરી, પરેશ પીપળીયા, નીતીન ભુત, સહીતના આગેવાનો બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા.

કોંગ્રેસ….

જલારામબાપાની ૨૨૦મી જન્મજયંતી નિમિતે સમગ્ર રાજકોટ શહેરના રાજમાર્ગો ઉપરથી જલારામ જયંતી શોભાયાત્રા ચૌધરી હાઇસ્કૂલ ખાતેથી પ્રસ્થાન કરાવેલ શોભાયાત્રાનું રાજકોટના જયુબેલી બાગ ચોક ખાતે આગમન થતા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું અને જય જલારામના નારાઓ વાતવરણમાં ગુંજી ઉઠ્યા હતા.

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ તરફથી શોભાયાત્રાના સ્વાગત કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, મહેશભાઈ રાજપૂત, જશવંતસિંહ ભટ્ટી, દિનેશભાઈ મકવાણા, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, મેઘજીભાઈ રાઠોડ, કોર્પોરેટર અતુલભાઈ રાજાણી, દિલીપભાઈ આસવાણી, રવજીભાઈ ખીમસુરીયા, વલ્લભભાઈ પરસાણા, ઘનશ્યામસિંહ એન. જાડેજા, આગેવાનો અશોકસિંહ વાઘેલા, ગોપાલભાઈ અનડકટ, ઇન્દુભા રાઓલ, કેયુરભાઈ મસરાણી, રણજીતભાઈ મુંધવા, ઠાકરશીભાઈ ગજેરા, પ્રભાતભાઈ ડાંગર, વાસુરભાઈ ડેર, પ્રવીણભાઈ સોરાણી, ફ્રન્ટલ સેલ રાજેશભાઈ આમરણયા, જીગ્નેશ વાગડિયા, વોર્ડ પ્રમુખ રમેશભાઈ જુન્જા, ગૌરવભાઈ પુજારા, કલ્પેશભાઈ પીપળીયા, કિશોરભાઈ દુબરીયા, કેતનભાઈ જરીયા, નારણભાઈ હિરપરા, દીપકભાઈ ઘવા, આગેવાન- કાર્યકરો દિપ્તીબેન સોલંકી, ચંદ્રિકાબેન વરાણીયા , હંસાબેન સાપરિયા,રીટાબેન વડેચા,  કિશોરસિંહ જાડેજા ,નાગજીભાઈ વિરાણી, અનિશભાઇ હિરાણી, મેરામભાઈ ચૌહાણ, સેજપાલભાઈ, નીલેશભાઈ  વિરાણી, અંકુર માવાણી, પ્રકાશ વેજપરા, ગેલાભાઈ મુછડીયા, છગનભાઈ ચાવડા, સંજયભાઈ વડેચા, અરવિંદભાઈ મુછડીયા, સચીનભાઈ રાજાણી, બાબુભાઈ મેવાડા, મનીષભાઈ કક્કડ, ગૌતમ મોરવાડીયા, ગોપાલભાઈ મોરવાડીયા વગેરે આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

શિવસેના

રઘુવંશી સંત શિરોમણી પૂ. જલારામ બાપાની ૨૨૦મી જન્મજયંતિ નિમિતે શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર નિકળી હતી ત્યારે શિવસેના રાજકોટ એકમ દ્વારા જયુબેલી ચોક ખાતે બાપાને ફૂલહાર કરી વંદન પૂજન કરાયા હતા આ પ્રસંગે આયોજકોને પણ ફૂલડે વધાવીને સન્માનીત કરાયા હતા.

સ્વાગત પ્રસંગે જીમ્મીભાઈ અડવાણી, ચંદુભાઈ પાટડીયા, સંજયભાઈ ટાંક, નાગજી બાભંવા, બીપીન મકવાણા, કિસન સિધ્ધપુરા, રોહિત ગઢીયા, ધનરાજ ગૌસ્વામી સહિતના હાજર રહ્યા હતા.

રઘુવંશી ગ્રુપ

શહેરનાં કુવાડવા રોડ પર જનતા રાજાણી ટ્રાન્સપોર્ટના ગ્રાઉન્ડ ખાતે જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જલારામ બાપાને અન્નકૂટ ધરી સર્વેજ્ઞાતીના ભાવિકોએ સાથે પ્રસાદ લીધો હતો. તથા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.

પરેશભાઈ પોપટ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુકે અમારા દ્વારા ૧૨ વર્ષથી આયોજન કરે છે. ફકત રઘુવંશી ગ્રુપ દ્વારા બ્લડ કેમ્પ યોજાય છે. છેલ્લા સાત વર્ષથી કોઈ ફંડ લેતા નથી બ્લડ કેમ્પમાં અમારો ટાર્ગેટ ૩૬૦ બોટલનો છે. વિરપૂર દામની જેમજ અહી પ્રસાદનું આયોજન કર્યું છે. અમારી કોઈ કમીટી નથી કોઈ પ્રમુખ નથી કોઈ હોદો નથી. બધા સરખા જ છીએ ખંભે ખંભો મિલાવીને કામ કરીએ છીએ.

જલારામ યુવા કલબ

શહેરમાં જલારામ બાપાની ૨૨૦મી જન્મ જયંતિની ઉજવણી ૧૫૦ ફૂટ રોડ સ્ટર્લીંગ હોસ્પિટલ બાજુમાં પણ કરાઈ હતી જેમાં મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન જલારામ યુવા કલબ દ્વારા કરવામાં આવ્યું હતુ. આ તકે ભાજપ અગ્રણી કાશ્મીરાબેન નથવાણી ઉપસ્થિત રહ્યા હતા તથા કલબ મેમ્બરોએ જલારામ બાપાની આરતી ઉતારી હતી. તથા અંદાજે ૫૦૦૦ ભકતોએ પ્રસાદનો લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા જલારામ યુવા કલબના અગ્રણી કિરીટભાઈ ગંગદેવ, કૃણાલ ગણાત્રા, હીરેન વડેરા, કિશન ગણાત્રા તથા અન્ય મેમ્બરોએ સખત ૧ મહિનો મહેનત કરી છે. કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Loading...