Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૭માં ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ, ડો.હોમી દસ્તુર માર્ગ, રાજકોટ ખાતે તા.૧૫ ઓગસ્ટ ૨૦૧૮ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે રાષ્ટ્ર ઘ્વજ સલામી સમારોહમાં મેયર બીનાબેન આચાર્યએ ત્રિરંગો લહેરાવી, રાષ્ટ્રગીતના ગાન સાથે રાષ્ટ્રઘ્વજને સલામી આપી હતી અને સુરક્ષા વિભાગના અને ફાયર બ્રગેડના જવાનો દ્વારા પરેડ યોજવામાં આવેલ હતી.

આ પ્રસંગે વોર્ડ નં.૭માં યોજાયેલ શ્રેષ્ઠ સફાઈ કામદાર હરીફાઈમાં અનુક્રમે ૧ થી ૩ નંબરે વિજેતા બનેલા શંકરભાઈ પ્રેમજીભાઈ પરમાર, હરેશભાઈ ભણાભાઈ ધાવરી અને જયાબેન અશોકભાઈ પરમાર વિગેરેનું મેયર તથા પદાધિકારીઓના વરદ હસ્તે સાલ ઓઢાડી, પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવેલ. તેજ રીતે ૦ થી ૩ વર્ષના બાળ તંદુરસ્તી હરીફાઈના વિજેતા બાળકો પ્રથમ ક્રમે કયાન સોલંકી, દ્વિતીય ક્રમે ક્રિષ્ના જરીયા, તૃતીય ક્રમે નવાજ સોરા, ચોથા ક્રમે હેત સોલંકી, પાંચમાં ક્રમે અલ્ફીઝાફતેમાં કાદરી તથા ૩ થી ૫ વર્ષના બાળકોમાં પ્રથમ ક્રમે પળ જરીયા, બીજા ક્રમે તન્વીર સોલંકી, ત્રીજા ક્રમે તસ્લીમ જુણેજા, ચોથા ક્રમે આરવ વાઘેલા, પાંચમાં ક્રમે અલ્વીના કુરેશીને નાની સાયકલ અર્પણ કરી સન્માન કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.