સાંદિપની વિદ્યા સંંકુલમાં ગીતા જયંતિની ઉજવણી

વેરાવળ શાપરની સાદિપની વિઘા સંકુલ દ્વારા ગીત જયંતિ ઉત્સવની ઉજવણી કરી હતી જેમાં ગીતાજી ઉપર ધો. ૧ થી ૩ બાળકો પ્રશ્નોતરી સ્પર્ધા કરવામાં આવી

તેમજ ખાસ બાળકો શિક્ષક અને વાલી ઓ સાથે મળીને શ્રીમત ભગવત ગીતા પારાયણ કરી ગીતાનું પૂજન કર્યુ હતું.  ગીતા જયંતીની ગઇકાલે સૌરાષ્ટ્ર: ભરમાં ભારે ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

શાળામાં બાળકોને ગીતાજીના મહત્વ અંગે સમજણ આપવામાં આવી હતી.

શાપરમાં દરવર્ષે સાંદીપની વિદ્યા સંકુલમાં ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવે છે. જેમાં હોંશભેર શાળાના બાળકો અને શિક્ષકગણ જોડાય છે.

Loading...