Abtak Media Google News

રાત્રે ૮:૩૦ થી ૯:૩૦ દરમિયાન વીજળીના ઉપયોગની જગ્યાએ માટીના દિવડા પ્રગટાવી પ્રકાશ પથરાશે

કલાઈમેન્ટ ચેન્જના સામનો કરવાના સારા ઉદેશ્ય સાથે ‘અર્થ અવર’ની ઉજવણી એક પ્રતિકાત્મક અભિયાન છે. આ વર્ષે તા.૨૪ને શનિવારે રાત્રે ૮:૩૦ થી ૯:૩૦ દરમિયાન ‘અર્થ અવર-૨૦૧૮’ ઉજવવામાં આવશે. ‘અર્થ અવર’ સૌપ્રથમ ૩૧ માર્ચ ૨૦૦૭ના રોજ ડબલ્યુડબલ્યુએફ દ્વારા સિડની ખાતે યોજવામાં આવેલ.

આ સમય દરમિયાન વીજળીનો ઉપયોગ ના કરવો અથવા જ‚રિયાત પુરતો જ કરવો. આ અભિયાનમાં આખી દુનિયામાંથી લગભગ ૧૭૮થી વધુ દેશોના કરોડો લોકો જોડાશે. તેમજ રાજકોટ ખાતે લોહાણા મહાપરિષદ, પર્યાવરણ સમિતિ, સૌરાષ્ટ્ર વિભાગના સભ્યો તથા અન્ય મહાનુભાવો પણ આ અભિયાનમાં વીજળીનો ઉપયોગ નહીં કરીને પ્રાચીન ભારતીય પરંપરા અનુસાર માટીના દીવડા પ્રગટાવીને ‘અર્થ અવર’ની ઉજવણી કરશે.

લોહાણા મહાપરિષદનાં પ્રમુખ પ્રવિણભાઈ કોટક, મંત્રી હિમાંશુભાઈ ઠકકર તથા પર્યાવરણ સમિતિના અધ્યક્ષ કિરીટભાઈ ભીમાણી, રાષ્ટ્રીય મંત્રી ભાવિનભાઈ જોબનપુત્રા તથા ઉપાધ્યક્ષ શૈલેષભાઈ ઠકકર, પૃથ્વીને ગ્લોબલ વોર્મિંગ જેવા ગંભીર પડકારનો સામનો કરવા તથા વીજળી બચાવવાનો સંકલ્પ કરવા નમ્ર અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.