મોદી સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા દિપાવલી પર્વની અનોખી ઉજવણી

127

મોદી સ્કુલ પરિવાર દ્વારા દિવાળી તહેવારને કંઈક અનોખી ઉજવામાં આવી હતી આ પર્વે દરેકનું જીવન રસમય, પ્રેમમય અને પ્રકાશમય બને તેવી શુભેચ્છા સાથે મોદી સ્કુલના પ્રાંગણમાં ધો. ૧ અને ૪ના વિદ્યાર્થીઓએ અવનવી પ્રવૃત્તિઓ કરી હતી.

પ્રે.પસેકશનના બાળકોએ ફન ડેમાં મોજ મસ્તી સાથે ટ્રંપોલિન, હિચકા, લપસ્યા, ૧ મીનીટ શો મુવી શો વગેરે જેવી પ્રવૃત્તિઓ કરી હતી તેમાં ધો.૧ અને ૨ ના બાળકોએ કાર્ડમેકિંગની એકિટવીટી કરી હતી ધો.૩ના બાળકોએ દિપડા ડેકોરેશન અને ધો.૪ ના બાળકોએ રંગોળી કરીહતી.

આ ઉપરાંત મેક એન્ડ ઈટ એકિટવીટી અલગ અલગ રીતે કરી હતી જેમાં ધો.૧ અને ૨ના બાળકોએ કોર્નચાર્ટ બનાવેલ ૩ અને ૪ના બાળકોએ પરાઠાફેંકી બનાવી હતી. ત્યારબાદ ધો.૫ થી ૧૨ના વિદ્યાર્થીઓએ સુંદર રંગોળી કરીને તેમાં રંગ પૂર્યા હતા. આ રીતે દરેક સેકશનના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને હેડ બધાએ સહકારની ભાવનાથી પરસ્પર પ્રેમ અને ઐકયથી આપ્રવૃત્તીઓ કરવાનો આનંદ પ્રાપ્ત કર્યો હતો. અને ઉમંગભેર દિપાવલી પર્વને આવકાર્યો હતો.

Loading...