Abtak Media Google News

આજે પૂ.પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દિ મહોત્સવ ઉપક્રમે વિશેષ કાર્યક્રમ પ્રસ્તુત થશે

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણેબી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ ૧૨દિવસના રોકાણ દરમ્યાન સત્સંગલાભ આપી રહ્યાં છે.

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આગમન નિમિત્તે તેમજ તેમને ભક્તિઅર્ધ્ય અર્પણ કરવા હરિભક્તોએવિશિષ્ટ તપ વ્રત કર્યા હતા. જેમાં અનેક યુવકોએ લીક્વીડ ઉપવાસ તેમજ ૧૫૦થી પણ વધુ કલાકના નિર્જળા ઉપવાસ પણ કર્યા હતા. મહિલા હરિભક્તો દ્વારા પણ તપ-વ્રત રૂપી ભક્તિ અર્પણ કરવામાં આવી, જેમાં મહિલાઓએ પ્રદક્ષિણા-પંચાંગ પ્રણામરૂપી ભક્તિ અર્પણ કરી હતી. આ રીતે ગુરુહરિ મહંતસ્વામી મહારાજના આગમનને વધાવવા મહિલા હરિભક્તોએ તપ-વ્રત અને જ્ઞાનરૂપી વિશિષ્ટ ભક્તિઅર્ઘ્ય અર્પણ કર્યું હતું.

2019 10 31 0685

વહેલી સવારે ૫ વાગ્યાથી જ હજારો હરિભક્તો પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રાત:પૂજા દર્શનના લાભ માટે ઉમટી પડે છે.આ પ્રાત: પૂજામાં સ્વામી સમક્ષ નાના બાળકો વચનામૃત ગ્રંથમાંથી વિશિષ્ટ રજુઆતો કરે છે. ગઈકાલે પ્રાપ્તિ દિવસ ઉજવાયો હતો. જેમાં સાયંસભામાં યુવકો દ્વારા સંવાદ અલૌકિક પ્રાપ્તિની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આજના દિવસે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વચનમાં જણાવ્યું હતું કે, આપણને ભગવાનની મોટી પ્રાપ્તિ થઇ છે,આ પ્રાપ્તિ સમજાય જાય તો સર્વ કાર્ય સિદ્ધ જ છે., કામ, ક્રોધ, લોભ, મોહ જેવા સ્વભાવોનો ત્યાગ કરવો જોઈએ., દાસભાવ, મહિમા જેવા સદગુણોરાખવા જોઈએ., ભગવાનના વચન જે પાળે છે તેની પાસે ભગવાન વચનરૂપે રહે છે., ભગવાન પાસે દંભ,ડોળ કે દેખાવ ચાલે નહિ., ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એમાં બધું આવીજાય છે., ભગવાનની ભક્તિમાં મોક્ષરૂપી ફળ જ ઇચ્છવું., આજે સાંજે સભામાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે વિશેષ કાર્યક્રમની પ્રસ્તુતિ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.