પ્રખ્યાત ‘સરાઝા’ રેસ્ટોરન્ટની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી

સમગ્ર જૂલાઈ માસ ગ્રાહકોને ૧૦%ની વિશેષ છુટ અપાશે

રાજકોટની સ્વાદપ્રિય જનતાનો અપ્રતિમ સ્નેહ અને સરાહના મેળવીને રાજકોટના હાર્દ સમાન કાલાવડ રોડ સ્થિત, દેશ-વિદેશમાં નામના પ્રાપ્ત શેફ અજય ચોપરાના માર્ગદર્શન સાથે શરુ કરાયેલ સરાઝા રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ, કાફેટિરીયા અને બેકરીને એક વર્ષ પુરુ થવા જઈ રહ્યુ છે. સમગ્ર વર્ષ દરમિયાન સરાઝા ટીમ દ્વારા તેમના નૈતિકતાના ધોરણો જાળવી રાજકોટ અને સૌરાષ્ટ્રની ખાન-પાનની શોખીન અને સ્વાદપ્રિય જનતાની ગુણવત્તાની અપેક્ષાઓને ફળીભુત કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. સરાઝાની નીતિ અનુસાર તેઓ ભોજન ફકત પિરસતા નથી પણ તેની રસસભર ઉજવણી કરે છે. સરાઝા તેમની વિશિષ્ટ શૈલી અને સુસંસ્કૃતતાની પરિભાષામાં દરેક પ્રકારે સફળ રહ્યુ છે.

“સરાઝા શબ્દનો અર્થ આપણી  પ્રાચિન ભાષા સંસ્કૃતમાં “સુરસ અથવા “લાવણ્ય એવો થાય છે. સરાઝાનું અદભુત વાતાવરણ આધુનિક રેસ્ટોરન્ટની વ્યાખ્યાને સાર્થક બનાવે છે. સરાઝા પોતાની આગવી ઓળખ અને પારંપરિક તથા આધુનિક રાંધણકલાને સમાંતર રાખીને સ્વાદપ્રિય લોકોને સંપુર્ણ સંતોષ આપવામાં સફળ રહી છે, તેની સાબીતી રાજકોટના સ્વાદના શોખીન લોકોએ પરંપરાગત સ્થાનિક સ્વાદ સાથે આધુનિક અને નાવિન્યસભર સ્વાદના સંમીશ્રણની સરાહના કરી છે. સરાઝા રેસ્ટોરન્ટને એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે શેફ અજય ચોપરાની રસોઈકળામાં પ્રશિક્ષીત કીચન ટીમ, ઉતમ મહેમાનગતી, શિસ્તબધ્ધ સ્ટાફ અને પ્રતિબધ્ધ પ્રમોટર ટીમની જહેમતને આભારી છે. પ્રથમ વર્ષગાંઠની ઉજવણી નિમીતે સરાઝા દ્વારા તેના માનવંતા ગ્રાહકોને ૧ થી ૩૧ જુલાઈ ૨૦૨૦ દરમિયાન, એક મહિના માટે ફુડ, ટેઇક અવે અને બેકરી આઈટમ ઉપર ૧૦%ની વિશેષ છુટ આપવામાં આવશે. કોરોનાની પરિસ્થીતીને અનુલક્ષીને સરાઝા દ્વારા હોમ ડિલીવરીને પણ પ્રોત્સાહન અપાય રહ્યું છે.

કોવીડ-૧૯ મહામારીના સમયમાં લોકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપીને સરાઝા દ્વારા સંપૂર્ણપણે સરકાર દ્વારા અપાયેલ માર્ગદર્શિકા અનુસારના નિર્દેશો અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. આ નિયમો મુજબ રેસ્ટોરન્ટ, બેકરી અને રસોડાને દિવસમાં ત્રણ વખત સેનેટાઇઝ કરવા ઉપરાંત ઉપયોગમાં લેવામાં આવતા તમામ વાસણોને ૮૫ ડિગ્રી તાપમાનમાં ડિશવોશરમાં સેનેટાઇઝ કરવામાં આવે છે. ઉપયોગમાં લેવાતા શાકભાજીને પણ સેનેટાઈઝ કરવામાં આવે છે. બેઠક વ્યવસ્થામા પણ સોશ્યલ ડિસ્ટેન્સીંગનુ પાલન થાય તે રીતે ગોઠવવામાં આવી છે. રેસ્ટોરન્ટમાં કામ કરતા કર્મચારીઓ અને આવનારા અતિથીઓનું બોડી ટેમ્પરેચર માપવામા આવે છે, સ્ટાફ દ્વારા માસ્ક અને હાથમોજા પહેરવા બાબત ચોક્કસાઈ રાખવામાં આવે છે. વારંવાર સ્પર્શ થતી વસ્તુઓને સતત ડીસઈન્ફેકટન્ટ દ્વારા સેનેટાઈઝ કરવી, કર્મચારીઓ, હોસ્ટેસ, બિલીંગ કાઉન્ટર તથા બેઠક વ્યવસ્થામાં સોશ્યલ ડિસ્ટન્સીંગનુ પાલન થાય તેની તકેદારી રાખવામાં આવે છે. આ ઉપરાંત આવનાર અતિથીઓને આરોગ્ય સેતુ એપ્લીકેશનના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને કોવિડ-૧૯ નિવારણના નિર્દેશો દર્શાવતા પોસ્ટર અને વિડિયો પ્રદર્શીત કરવામાં આવે છે. તેમજ નિયમ મુજબ જરુરી સ્ટાફથી કામ ચલાવવામાં આવે છે. હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને ગ્રાહકોને ટેઇક અવે અને હોમ ડિલીવરી સર્વીસનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ ઉપરાંત ડિજીટલ મેનુકાર્ડ અને ડિજીટલ પેમેન્ટનો આગ્રહ રાખવામાં આવે છે.

  • સરાઝામાં ઉત્તમ સગવડ : કુશલ અનડકટ

સરાઝાના વિશાળ બેંકવેટ હોલ ઈવેન્ટ મેનેજમેન્ટની શ્રેષ્ઠ ટીમની આગેવાનીમાં ઉત્તમ સગવળતાઓ અને સુશોભન સાથે ૬૦૦થી વધુ લોકો માટે પાર્ટી, સેમિનાર અને વિવિધ પ્રસંગો માટે ઉપલબ્ધ છે પણ વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખી સરકારના નિર્દેશને ધ્યાનમાં રાખતા ૫૦ લોકો માટે જ વ્યવસ્થા રાખવામાં આવી છે. જ્યારે  મેઝેનાઈન પાર્ટી એરીયામાં કોવીડ-૧૯ સિવાયના સમયમાં ૧૦૦ જેટલા અતિથીઓના સમાવેશની વ્યવસ્થા છે, કપલ અને ફેમિલી માટે પ્રાઈવેટ ડાઈનીંગ રુમની સગવડતાઓ પણ ઉપલબ્ધ છે. સરાઝાની વિશાળ લોનમાં સ્પોર્ટસ માટે એસ્ટ્રો ટર્ફની વ્યવસ્થા છે જેમાં વોલીબોલ, હોકી, ફુટબોલ અને અન્ય સ્પોર્ટસ ઈવેન્ટ ગોઠવી શકાય તેમ છે. સરાઝાનુ કીચન બધા લોકો જોઇ શકે તેવુ પારદર્શીતાવાળુ છે, જેથી આવેલા મહેમાનો લાઈવ કુકીંગ જોઈ શકે છે. સરાઝાની ઘણી વિશેષ ડીશીઝ ગ્રાહકોના ટેબલ પાસે લાઇવ તેમની નઝરની સામે જ તૈયાર થાય છે, જે જોવાનો લહાવો રોમાંચક હોય છે. ટેબલ બુકીંગ અથવા વધારે વિગત માટે સરાઝાના નંબર +૯૧ ૭૨૭૨૮ ૭૨૭૨૭ ઉપર સંપર્ક કરી શકાશે. સરાઝાની પ્રમોટરની ટીમના કુશલ અનડકટ, શ્રીયુષ ગજેરા, શૈલેષ ગોટી, વિશ્વાશ માણેક, ધ્યેય ઠકકર, અમિત રાયઠઠા, નીલ દોશી, હિતેશ વોરા, વિક્રમ સંઘાણી અને સંજય ધમસાણીયા રાજકોટની સ્વાદપ્રિય જનતાને આ પહેલી વર્ષગાંઠની ઉજવણીમાં સહભાગી થવા હ્રદયપૂર્વક આમંત્રીત કરે છે.

Loading...