Abtak Media Google News

જય જલિયાણ.. કરો કલ્યાણ…

માત્ર ભારત જ નહિ પરંતુ પશ્ચિમી દેશોમાં પણ જલા બાપાના ચાલે છે અન્નક્ષેત્રો

લોહાણા સમાજના આગેવાનોએ ભાવવિભોર થઈ બાપાની જન્મજયંતિ નિમિતે ‘અબતક’ સાથે કરી વાતચિત

કહેવાય છે કે જયા દિપ પ્રગટે ત્યા પ્રકાશ મળી જાય એવી જ રીતે અગરબતી પ્રગટે તો સુગંધ મળી જાય અને જયારે ‘જલા બાપાનો પ્રસાદ મળે તો જીવન ધન્ય બની જાય ત્યારે આજે સંત શિરોમણી અને વિશ્ર્વવંદનીય જલારામબાપાની 221મી જન્મ જયંતિ છે. માનવજાતને સતત્યના માર્ગ ઉપર દોરી જનાર આ સંતશિરોમણીને માત્ર રઘુવંશી સમાજ નહી પરંતુ અઠારે વરણના પણ કોટી કોટી વંદન. જલારામ બાપાના અન્નક્ષેત્રો કે જયા કોઇ પણ વ્યક્તિ અન્ન અને ઓટલો મળી જતો હોય તે માત્ર ભારત પુરતુ જ સીમીત નથી પરતુ પશ્ચિમી દેશોમાં પણ આ પ્રથા અને પ્રણાલી યથાવત ચાલી રહી છે. હાલ વૈશ્ર્વિક મહામારી કોરોનાએ વિશ્ર્વ આખાને ધમરોળી નાખ્યુ છે. ત્યારે આજે સંત-શિરોમણી ‘જલા’ બાપાના જન્મજયંતી પ્રસંગે જલીયાણ ભકતો ઘરે હી પાવન પ્રશંગને મનાવે તેવી જ રઘુવંશી સમાજના અગ્રગાણીત લોકો દ્વારા અપીલ કરવામાં આવી છે.

Dsc 0119 Copy

આજે સંત શિરોમણી જલારામબાપાની 221મી જન્મજયંતિ છે સૌરાષ્ટ્રભરના ગામો-ગામ જલારામ જયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. કોરોના પરિસ્થિતી વચ્ચે ભાવિકો સોશ્યલ ડિસ્ટન્સ જાળવે, માસ્ક પહેરે સહિતના નિયમોનું ચુસ્ત પાલન કરાવવામાં આવશે. રઘુવંશી ગ્રુપો દ્વારા જલાબાપાને અન્નકુટ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના આયોજનો થયા છે. ઘણી જગ્યાએ આ વર્ષે કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે મહાપ્રસાદના કાર્યક્રમો બંધ રાખયા છે. વિરપુર ધામે આજ સવારથી જ ઉત્સવો ઉજવાઇ રહ્યા છે. ઠેર ઠેરથી શ્રધ્ધાળુઓ સંત શિરોમણીના દર્શનાર્થે આવી પહોંચ્યા છે.

Dsc 0120 Copy

વિરપુર ધામ આજે જય જલિયાણના નાદથી ગુંજ રહ્યું છે. વિરપુર મંદિરે કોરોના ગાઇડલાઇનના સંપૂર્ણ પાલન સાથે આજે મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાનાર છે. વેરાવળ લોહાણા મહાજન દ્વારા આ વર્ષે સરકારના નિતી નીયમો હોવાથી કારોબારી યુવક મંડળની મીટીગ મળેલ હતી અને આવા સંજોગોમાં રધુવંશી પરીવારના ઘરે ઘરે પહોંચી શકે તે માટે પાર્સલ વ્યવસ્થા રાખવાનું નકકી કર્યુ છે.

માનવજાતને દુ:ખોમાથી ઉગાર્યા હોય તો તે જલારામ બાપા: ડો.નિશાંત ચોટાય

Vlcsnap 2020 11 21 11H27M47S298

ઓર્થોપેડીક સર્જન ડો. નિશાંત ચોટાયએ જલારામ બાપાની જન્મજયંતી નીમીતે અબતક સાથે વાતચિત કરતા જણાવ્યુ હતુ કે હાલનો સમય કોરોના મહામારીથી પથરાયેલો છે. ત્યારે કોવિડ વચ્ચે આ વખતે બાપાની જન્મજયંતી ઉજવવાની છે. ત્યારે લોકો માસ્ક, સોશ્યલ ડિસટન્સ જાળવે તો ને તો જ બાપાનો ખરા અર્થમાં જન્મજયંતી ઉજવાય તેમ માની શકાય. તેવોએ વિશેષ રૂપથી જણાવ્યુ હતુ કે જલારામબાપા માત્ર રઘુવંશી એટલે કે લોહાણા સમાજ પુરતા જ નહિ પરંતુ દરેક સમાજ માટે છે. ડો. ચોટાઇના જણાવ્યા મુજબ તેમના જીવનની શિખ તમામ માનવજાત માટે એક ઉતમ ઉદાહરણ છે. તેમનુ સ્મરણ અને બાપાનુ ચિંતન કરાવાથી એક અનેરી ઉર્જા હરહંમેશા મળી હોય છે. જલારામ બાપાનો મુખ્ય ઉછેશ એ જ હતો કે સમાજના ઉત્થાન માટે ઉતમ કાર્યો કરવામાં આવે. બાપાએ તેમના જીવનમાં સમાજના ઉત્થાન માટે અનેક વિધ ઉતિર્ણ કાર્ય કર્યા છે. અંતમાં ડો. ચોટાયએ જણાવ્યુ હતુ કે વર્ષા સુધી બાપાની જન્મજયંતી નિમિતે દરેક સમાજના લોકોએ બાપાનો પ્રસાદ લીધેલો છે. ત્યારે આ વખતે લોકોએ ઘરે બાપાની પ્રાર્થના કરવી જોઇએ સાથો સાથ એ વાતની પણ પ્રાર્થના કરવી પડશે કે બાપા આ વૈશ્ર્વિક મહામારી માથી માનવજાતને આપ ઊગારો.

સેવા વાત્સલ્યની મૂર્તિ એટલે પુજય જલારામ બાપા: અલ્પાબેન બરછા

Vlcsnap 2020 11 21 11H27M27S077

જલારામ બાપાની જન્મજયંતી નિમિતે અલ્પાબેન બચ્છાએ અબતક સાથેની વિશેષ વાતચિતમાં પુજય બાપા વિશે ઘણીખરી વાતો દહોરાવી હતી. તેમના જણાવ્યા મુજબ પુજય બાપા પ્રેમ, દયા, તથા કરૂણાના શિરોમણી સંત તરીકે અવતરીત થયા હતા. કોઇપણ લોકોના દુખને હરી લઇ સત્યતાના માર્ગ ઉપર ચાલવા માટે હર હંમેશા પ્રેરિત કરતા હતા. જલારામ બાપા સેવા, વાત્સત્યની મૂર્તિ પણ છે. વધુમાં જલાબાપા તેમના ગુરૂ ભોજલરામ પાસેથી તેમને સદાવ્રત ચલાવવાની પ્રેરણા મળી જે હાલ પણ અવિરત ચાલુ છે અંતમાં તેવોએ ઉત્સાહ વ્યકત કરતા જણાવ્યુ હતુ કે સમાજના અઢારે વરણને આ દિવસની ઉત્સાહ પૂર્વક રાહ જોતા હોય છે.

દરેક રઘુવંશીઓ જલાબાપાનો પર્યાય છે: ડો. સુશિલ કારીયા

Vlcsnap 2020 11 21 11H28M59S434

જલારામબાપાની આજે જે 221મી જન્મજયંતિ છે. તેના ભાગરૂપે રાજકોટના પ્રખ્યાત તબીબ ડો. સુશિલ કારીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે જલાબાપા રઘુવંશી સમાજ અને રઘુવંશી કુળનાં આરાધ્ય દેવ છે. માત્ર રઘુવંશીઓ જ નહિ જુદી જુદી જ્ઞાતીના લોકો પણ જલીયાણને શ્રધ્ધાપૂર્વક તેમનું મનન અને ચિંતન કરે છે. જે ખરા અર્થમાં અમોનાં સમાજ માટે ગૌરવની વાત છે. વિશેષ રૂપથી તેઓએ જણાવ્યું હતુ કે જલાબાપાનો મુખ્ય હેતુ સમાજ સેવાનો છે. તેઓએ તેમના સમગ્ર જીવન કાળમાં લોકોની સેવાની સાથોસાથ અન્ન અને ઓટલો પણ પૂરો પાડયો છે. ત્યારે આજના પાવન પ્રસંગે લોકો ઘરે બેસીને બાપાની જન્મજયંતી ઉજવે તેજ અપીલ.

વિશ્વવંદનીય સંત પુરૂષને કોટી-કોટી વંદન: યોગેશભાઈ પૂજારા

Vlcsnap 2020 11 21 11H28M52S239

જલારામબાપાની 221મી જન્મજયંતિ પ્રસંગે લોહાણા સમાજનાં યોગેશભાઈ પુજારાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, વિશ્ર્વ વંદનીય સંત પૂરૂષ જલારામ બાપાને કોટીકોટી વંદન… આ અમુલ્ય અવસર પર જલારામ બાપાની જન્મજયંતી ઘરે બેસીને જ ઉજવીને તેમના માટેની સાચી શ્રધ્ધા કહી શકાશે. જલાબાપાનું અન્નક્ષેત્ર માત્ર ભારતમાં જ નહિ, પરંતુ પશ્ર્ચીમ દેશોમાં પણ જોવા મળે છે. જયા ભૂખ્યાને પ્રસાદ અને ઓટલો મળી જાય વધુમાં તેઓએ જણાવ્યુંં હતુ કે, જલાબાપા માત્ર લોહાણા સમાજનું જ ગૌરવ નહિ, પરંતુ અન્ય સમાજનું પક્ષ ગૌરવ છે. અંતમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતુકે, આ વર્ષે સયંમીત રીતે લોકોએ આ દિવસની ઉજવણી કરવી જોઈએ.

બીજાને મદદરૂપ થવુ એ જ જલાબાપાનો  સિધ્ધાંત: રિટાબેન જોબનપુત્રા

Vlcsnap 2020 11 21 11H28M34S688

જલારામ બાપાની જન્મજયંતી નિમીતે લોહાણ મહાજન સમાજના રિટાબેન જોબનપુત્રાએ અબતક સાથે વાતચિત કરતા સૌ પ્રથમ જલારામ ભક્તોને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથોસાથ તેવોએ જણાવ્યુ હતુ કે જલારામ બાપા રઘુવંશી સમાજના પર્યાય છે. માત્ર એટલુ જ નહિ પરંતુ બાપા વૈશ્ર્વિક સમાજ માટેની વાત્સલ્યની મૂર્તિ છે. સાથો સાથ બાપાએ ‘જયા ટુકડો ત્યા હરી ટુકડો’ને યથાર્ય કર્યુ છે. રીટાબેનના જણાવ્યા મુજબ  સમાજના સત્યતાની લાગણીને પ્રસ્થાપીત કરવા માટે જલારામ બાપા એક ઉમદા ઉદાહરણ તરીકે પ્રસ્પાપીત થયા છે. તેમના જીવનનો ઉદેશ માનવજાતનો ઉધાર અને તેમને કેવી રીતે ઉપયોગી થવુ તે હતો વધુમાં તેવોએ જલારામ બાપા વિશે જણાવતા કહ્યુ હતુ કે જયારે દિપ પ્રગટે તો પ્રકાશ મળી જાય એવી જ રીતે જયારે અગરબતી પ્રગતે તો સુગંધ મળી જાય અને જયારે જલારામબાપાનો પ્રસાદ મળે ત્યારે ભાવવિભોર થઇ જવાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.