Abtak Media Google News

વર્ગીસ કુરિયનની જન્મજયંતિ પ્રસંગે ‘કચ્છથી આણંદ’ અને ‘જમ્મુથી આણંદ’ એમ બે બાઇર્ક્સ ગ્રુપ દ્વારા વિવિધ ડેરીઓની મુલાકાત

૧૬ યુવાન બાઇર્ક્સનું જૂથ કચ્છની સરહદ ડેરી લાખોંડથી ૫ દિવસના પ્રવાસે નિકળ્યું છે અને ૧૦૦૦ કી.મી. કરતાં વધુ અંતર કાપીને તેમના નિર્ધારિત સ્થળ આણંદ ખાતે પહોંચશે. આ મજલ દ્વારા ડો. વર્ગીસ કુરિયનની ૯૭મી જન્મ જયંતિની ઉજવણીનો પ્રારંભ થયો છે. દર વર્ષે તા.૨૬ નવેમ્બરના રોજ ભારતની શ્ર્વેતક્રાંતિના પિતા ડો. વર્ગીસ કુરિયનના જન્મ દિવસની ઉજવણી નેશનલ મિલ્ક ડે તરીકે કરવામાં આવે છે. આ વર્ષે જીસીએમએમએફ લિમિટેડ કે જે ‘અમૂલ’ લોકપ્રિય બ્રાન્ડનું વેચાણ કરે છે તે સંસ્થા દ્વારા બીજી મોટરબાઇક રેલીને લીલીઝંડી આપવામાં આવી હતી.

યુવાન બાઇકર્સની નેશનલ મિલ્ક ડે રેલીના સભ્યોએ તેમના પ્રથમ રોકાણ દરમ્યાન ગૌરીદાદ ગ્રામ સહકારી સોસાયટીના ખેડૂતો સાથે બેઠક કરી હતી. બાઇકર્સનું રાજકોટ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ – રાજકોટ ડેરીના સભ્યો ગોવિંદભાઇ એસ. રાણપરીયા (ચેરમેન, રાજકોટ ડીસીએમપીયુ લિમિટેડ) અને દિલિપ એમ. હીરપરા (ઇન્ચાર્જ એમડી, રાજકોટ ડીસીએમપીયુ લિમિટેડ)એ પરંપરાગત પધ્ધતિથી સ્વાગત કર્યુ હતું. તેમણે ભારતમાં શ્ર્વેતક્રાંતિ લાવનાર ડો.વર્ગીસ કુરિયનના ઓપરેશન્સ ફ્લડની પ્રશંસા કરી હતી.

આ યુવાન બાઇકર્સ આજે સુદામા ડેરી, પોરબંદરના કુતિયાણા પેકેજીંગ પ્લાન્ટ અને સાવજ ડેરી, જૂનાગઢની મુલાકાત લેશે. આ સમગ્ર રૂટ ઉપર બાઇકર્સનું સ્વાગત કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.