સેલવાસમાં પ્રભાત સ્કોલર્સ એકેડમીમાં વાર્ષિકોત્સવની ઉજવણી

32

બાળકો દ્વારા વિવિધ નાટયકૃતિ રજૂ: ધો.૧ થી ૧૨ માં પ્રથમ આવનારને પ્રોત્સાહિત કરાયા

પ્રભાત સ્કોલર્સ એકેડમીમાં વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યા મંદીરમાં અભ્યાસની સાથે અનેક ઉત્સવો ઉજવાય છે. આ વાર્ષિકોત્સવ શાળાના પટાંગણમાં યોજાયો હતો. આ વાર્ષિકોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ડો. સારિકા મહેતા, પારિતોષ શુકલા, મોહસીન બલસારા, મુકરમ બલસારા, મારીયા બલસારા, અનિતા જૈન, ખ્યાતિ પારેખ, લક્ષ્મી પ્રભા, સુલતાના મોમીન વગેરે પધાર્યા હતા. તેમનું સ્વાગત શાળાના વિઘાર્થીઓએ પુષ્પગુચ્છ આપી કર્યુ  કાર્યક્રમની શરુઆત દીપ પ્રાગટય તેમજ સ્વાગત દ્વારા થઇ, વાર્ષિકોત્સવનો વિષય એકબીજા વચ્ચેનો સંબંધો ઉપરનો હતો.

નાના બાળકો નૃત્ય પ્રસ્તુત કરી નસીમ મેમની સ્મૃતિ કરાવી હતી આ વટ વૃક્ષના છાયામાં પી.એ.સે. પરિવાર આગળ વધી રહ્યા છે. કાર્યક્રમના નૃત્યો વડે શિક્ષક વિઘાથીઓ વચ્ચેનો સંબંધ માતા-પિતા સાથે બાળકોનો સબંધ ભાઇ અને બહેન વચ્ચેનો સબંધક વગેરે રજુ થયા હતા. નાટય કૃતિ દ્વારા માતા પિતાએ ભગવાન છે. તેમનું પુજન કરવું એ જ સાચો ધર્મ છે એ બતાવાયું હતું. કાર્યક્રમમાં આખા વર્ષ દરમ્યાન જે વિવિધ પ્રવૃતિઓ થઇ હતી તેનો રિપોર્ટ રજુ કરાયો હતો.  ધોરણ ૧૦ અને ૧ર માં પ્રથમ આવનાર તેમજ અલગ અલગ વિષયોમાં પ્રથમ આવનારને ઇનામ વિતરણ  કરાયું હતું. પ્રથમ હાઉસ આવનારને પણ ટ્રોફી આપવામાં આવી હતી. શાળાના આચાર્ય મોહસીન બલસારા એ પ્રેરક પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમમાં ભાગ લેનારા વિઘાર્થીઓ અને કાર્યક્રમમાં મદદ કરનાર શિક્ષકો તેમજ સહાયક કર્મચારીઓને અભિનંદન આપ્યા અને રાષ્ટ્રગીત સાથે વાર્ષિકોત્સવની સમાપ્તિ થઇ હતી.

Loading...