છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતીની ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી

52

મહારાષ્ટ્ર મંડળ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી ઉજવાય છે શિવાજીની જન્મજયંતી

રાજકોટમાં મહારાષ્ટ્ર મંડળ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત ગઈકાલના રોજ મહારાષ્ટ્ર મંડળ દ્વારા શહેરનાં રાજમાર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને રેસકોર્ષ ખાતે આવેલ છત્રપતિ શિવાજીમહારાજની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા. આ તકે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અબતક સાથેની વાતચીત દરમિયાન મહારાષ્ટ્ર મંડળના ઉપાધ્યક્ષ અનિલભાઈ પાટીલએ જણાવ્યુંહ તુ કે અમે છત્રપતિ શિવાજી મહારાજ શિવ જયંતિની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરીએ છીએ ફકત મહારાષ્ટ્ર નહી પરંતુ ભારતભરમાં શિવાજી મહારાજની જન્મજયંતિનું ખૂબજ મહત્વ છે. કારણકે હિન્દુ સ્વરાજ માટે છત્રપતિ શિવાજી મહારાજે ભોગ આપેલ છે.

ત્યારે આજરોજ અમારા મહારાષ્ટ્ર મંડળ દ્વારા શિવાજી મહારાજની જન્મજયંતિની ઉત્સહભેર શોભાયાત્રા સાથે ઉજવણી કરવામાં આવી છે.

શહેરનાં ત્રીકોણબાગ, યાજ્ઞીક રોડ સહિત અનેક માર્ગો પર શોભાયાત્રા નીકળી હતી. અને ત્યારબાદ રેસકોર્ષ ખાતે આવેલ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા. આ તકે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Loading...