Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સિરામિક ઉધોગ પ્રત્યે સંવેદનશીલ નિર્ણય

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અગાઉ ઉદ્યોગને પ્રતિ એસસીએમ રૂ.૨ની બિલ રાહત આપ્યા બાદ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ફરી વધારાના રૂ.૨.૫ની રાહત આપતો નિર્ણય લીધો

છેલ્લા ઘણા સમયથી પડતી સહન કરનારા સિરામિક ઉધોગ માટે આજે મોટા રાહતના સમાચાર આવ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આજે સિરામિક ઉધોગને ગેસ બીલમાં ૧૬ ટકાની રાહત આપતો અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લઈને પોતાની સંવેદનશીલતાનો પરચો આપ્યો છે.

લોકડાઉનથી શટડાઉન થયેલા મોરબીના વિશ્ર્વ વિખ્યાત સિરામિક ઉધોગને પાટે ચડાવવા છેલ્લા ઘણા સમયથી મથામણ ચાલી રહી છે. લોકડાઉનના કારણે આ ઉધોગને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે રાજય સરકાર દ્વારા આ ઉધોગને ફરી વેગ આપવા માટે સતત કમર કસવામાં આવી રહી છે. મોરબીનો સિરામિક ઉધોગ સમગ્ર વિશ્ર્વમાં ખ્યાતિ ધરાવે છે. ચીન પછીનું આ વિશ્ર્વનું બીજા નંબરનું સિરામિક કલસ્ટર હોવાથી દેશના અર્થતંત્રમાં ભારે અસરકર્તા છે માટે આ ઉધોગ ઉપર રાજય સરકાર વિશેષ ધ્યાન આપીને ફરી તેને પાટે ચડાવવાના તમામ પ્રયાસો કર્યા છે જેના ભાગરૂપે આજે રાજય સરકારે  એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે.

આજરોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સિરામિક ઉધોગને ગેસ બીલમાં ૧૬ ટકાની રાહત આપવાનું જાહેર કર્યુર્ં છે. અગાઉ વિજયભાઈ રૂપાણીએ આ ઉધોગોને પ્રતિ એસસીએમ રૂા.૨ની બીલ રાહત આપ્યા બાદ આજે વધારાના રૂા.૨.૫ની રાહત આપવામાં આવી છે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી મોરબી, સુરેન્દ્રનગર અને સાબરકાંઠાના સિરામિક ઉધોગકારોને મોટી રાહત થનાર છે અને ખાસ કરીને મોરબીના સિરામિક ઉધોગો વર્લ્ડ માર્કેટમાં કોમ્પીટીશન કરી શકશે અને પોતાનું એકસપોર્ટ વધારી શકશે. સાથો સાથ વધુ રોકાણ મેળવી શકશે તેમજ એકસપોર્ટ દ્વારા ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પણ મેળવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.