Abtak Media Google News

સીવીલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ દિવસથી ડોકટર, નસીંગ સ્ટાફ, સહીત નાના મોટા કર્મચારીઓ દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી ધામધુમથી થઇ રહી છે.

દરરોજ મહાઆરતી, મહાપ્રસાદીનું આયોજન થાય છે. છપ્પનભોગ ધરવામાં આવ્યા, ગણપતિના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આ અવરસે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, પ્રદેશ યુવા ભાજપ કારોબારી સભ્ય નીલેશ ખુંટ, સીવીલ હોસ્પિટલ કાઉન્સેલર જયંતભાઇ ઠાકર, સમસ્ત બ્રહ્મસમાજના અગ્રણી હિતેષ જોષી સહીત મહાઆરતીમાં જોડાયા હતા.

સમગ્ર આયોજન વ્યવસ્થા રાજકોટ પી.ડી.યુ. સરકારી સીવીલ હોસ્પિટલના મુખ્ય અધિક્ષક ડો. મનીષ મહેતા ત્થા તેમની ડોકટર્સ ટીમ સંભાળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.