Abtak Media Google News

દિવ્યાંગ લાભાર્થીઓને સાધન સહાય, વિશેષ સિઘ્ધિ મેળવનાર દિવ્યાંગોનું પ્રમાણપત્ર મોમેન્ટો આપી સન્માન: સુરેન્દ્રનગરમાં રેલી નીકળી

ગત તા.૩ ડીસેમ્બરના રોજ વિશ્ર્વ વિકલાંગ દિન હતો. જેની સમગ્ર સૌરાષ્ટ્રમાં અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી. વેરાવળમાં દિવ્યાંગ લાભાર્થીઓને સાધન સહાય લગ્ન સહાયની ચુકવણી તો વિશેષ સિઘ્ધિ મેળવનાર દિવ્યાંગોનું પ્રમાણપત્ર મોમેન્ટો  આપી સન્માન કરાયું હતું. સુરેન્દ્રનગરમાં વિકલાંગ અને પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા વિશાળ રેલી યોજાઇ હતી.

વેરાવળ

વશ્ર્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કલેકટરશ્રી અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને પ્રાંત કચેરીના સભાખંડમા વેરાવળ ખાતે કરવામાં આવી હતી. સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકાર અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ગીર સોમનાથ દ્રારા આયોજીત જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે દિવ્યાંગ લાભાર્થીઓને સાધન સહાય, લગ્ન સહાય અને વિશેષ સિધ્ધી મેળવનાર દિવ્યાંગોને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.

Img 20191203 104642

આ પ્રસંગે કલેકટરશ્રીએ દિવ્યાંગોને વિશ્ર્વ દિવ્યાંગ દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્રારા દિવ્યાંગો માટે અનેકવિધ યોજનાઓ કાર્યરત છે. જેનો વધુમાં વધુ લાભ લઈ દિવ્યાંગોએ તેમની પ્રગતિ કરવી જોઈએ. આમ વ્યક્તિની જેમ જ દિવ્યાંગોને સમાજમાં મહત્વ આપવામાં આવે છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવરે કહ્યું હતું કે, દિવ્યાંગ લોકોમા કોઈ ખાસ પ્રકારની વિશેષ સિધ્ધી છુપાયેલી હોય છે, તેને માત્ર વિકસાવવાની જરૂરીયાત છે.

7537D2F3 3

આ પ્રસંગે દિવ્યાંગ દંપતિ જયંતીભાઈ વાઘ અને કાન્તાબેનને રૂા.૧ લાખ, જશુબેન વાળાને રૂા.૫૦ હજાર, કાજલબેન પરમારને રૂા.૫૦ હજાર અને નીશાબેન બારડને રૂા.૫૦ હજારનો દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો ચેક મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયો હતો. દિવ્યાંગ સાધન સહાયમાં અરજનભાઈ ચુડાસમાને સિલાઈ મશીન, મેવાડા ભરતભાઈને સિલાઈ મશીન, બાબુભાઈ રાઠોડને સાઈકલ અને રજાકભાઈ મુસાણીને સાઈકલ રીપેરીંગ કીટ આપવામાં આવી હતી. સંત સુરદાસ યોજનાના લાભાર્થી હમીરભાઈ રામ, કિત્રાભાઈ સોલંકી અને પ્રિયંકાબેન વાળાને દિવ્યાંગ પેન્શન મંજુરી હુકમ પત્રો અર્પણ કરાયા હતા. દિવ્યાંગ ક્ષેત્રે કામગીરી કરતી સ્વેચ્છિક સંસ્થાના આરીફ ચાવડા, એકતાબેન જાદવ, જગદિશભાઈ વાઘેલા, દિવ્યાંગ કલ્યાણકારી યોજનાની શ્રેષ્ઠ કામગીરી કરનાર મુકેશકુમાર રાઠોડ, ચિરાગભાઈ પરમાર, ચક્રફેકમાં ગોવિંદભાઈ વાણવી, તબલાક્ષેત્રે સારો દેખાવ કરનાર દિવ્યાંગ પિંકલ ડોડીયા, ભાલાફેકમાં અરજણ બાંભણીયા, ગોળાફેકમાં કાનાભાઈ બાંભણીયા, ૪૦૦ મીટર દોડમાં રીધ્ધીબેન વાળા, ગોળાફેંકમાં જોસનાબેન જાદવ અને મનો દિવ્યાંગ ચાહના સંચાણીયાએ ગીત પર નૃત્ય રજુ કરતા મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર

ગુજરાત ભરમાં જ્યારે વિકલાંગ દિવસ ની ઉજવણી થઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં પણ આજે વિકલાંગ દિવસ ને ઉજવણીના ભાગ સ્વરૂપે આજે સુરેન્દ્રનગર શહેરના જાહેર માર્ગો ઉપર વિકલાંગ દિવસ અને પ્રજ્ઞાચક્ષુ સેવા કુંજ દ્વારા તેમજ મંદબુદ્ધિની શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા આજે વિકલાંગ દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર શહેરના જાહેર માર્ગ ઉપર રેલી યોજી અને જાહેરમાં બેનર ઓને શાંત અને રમણીય રીતે શહેરમાંથી વિકલાંગ દિવસ નિમિત્તે રેલીમાં અનેક વિદ્યાર્થીઓ જોડાયા હતા ત્યારે સુરેન્દ્રનગર શહેરની પ્રજ્ઞાચક્ષુ સેવા કુંજ માંથી પ્રજ્ઞાચક્ષુ બહેનો તેમજ વઢવાણ પાસે આવેલ મંદબુદ્ધિની શાળાના વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાયા હતા ત્યારે આ સાથે રેલીમાં આજે શાળાના શિક્ષકો પણ વિકલાંગ દિવસ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા હતા

ત્યારે આ રેલીમાં પ્રજ્ઞાચક્ષુ તેમજ વિકલાંગ ભાઈ બહેનો તેમજ મંદબુદ્ધિની શાળાના અનેક વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાયા હતા આ રેલી સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે વિસર્જન કરવામાં આવેલ હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.