Abtak Media Google News

જનસંઘથી શરૂ થયેલી સંઘર્ષ, ત્યાગ અને રાષ્ટ્રવાદની જ્યોત અવિરત પ્રજવલિત રાખવા કવાયત: ૪૧માં સ્થાપના દિવસે શુભકામનાઓ પાઠવતા આગેવાનો: ભાજપના આગેવાનોએ ભગવો ધ્વજ લહેરાવ્યો

વિશ્ર્વના સૌથી મોટા રાજકીય પક્ષ ગણાતા ભારતીય જનતા પક્ષનો આજે ૪૧મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે આગેવાનો અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અલબત લોકડાઉનના કારણે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ સ્થાપના દિવસની ઉજવણી સોશિયલ ડિસ્ટન્સ જાળવીને કરી હતી.

ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠાઓ સાંસ્કૃતિક, રાષ્ટ્રવાદ, લોકતંત્ર, એકાત્મ માનવદર્શન, સર્વધર્મ સમભાવ, મૂલ્ય આધારીત રાજનિતી રહેલી છે, ૧૯૮૦માં સ્થાપેલી ભા૨તીય જનતા પાર્ટીએ તેના જન્મ થી જ અંત્યોદય અને રાષ્ટ્રપ્રેમ આધારીત સામાજીક- આર્થિક આદર્શો અને હિન્દુત્વ પ૨ આધારીત વિચા૨ધારા અપનાવી છે. ૧૯૮૪માં લોક્સભામાં માત્ર ૨ જ સીટ મેળવનારી ભા૨તીય જનતા પાર્ટીએ ૧૯૯૮માં સ૨કા૨ ૨ચી દીધી, લોકસ્વીકૃતીનો આનાથી મોટો પુરાવો બીજો ક્યો હોઈ શકે? ભાજપ માટે એટલે જ એમ કહેવાય છે કે, લોકો માટે, લોકો દ્વારા અને લોકોની પાર્ટી છે. ભાજપના દરેક નેતા તેના કાર્યક૨ છે અને કાર્યક૨ પણ અહીં નેતા છે. લોકોની સમસ્યાઓને વાચા આપવામાં ભાજપે કદી ઉદાસીનતા દાખવી નથી. પ્રજાના કાર્યો પ૨ત્વે ભાજપે સતત તત્પ૨તા બતાવી છે કેમકે, લોકો માટે ચાલતી લોકોની પાર્ટી છે, તેનો અહેસાસ ભા૨તમાં વસતા કોઈપણ નાગિ૨કને થાય તે દિશામાં સતત પ્રયત્નો ર્ક્યા છે. ત્યારે ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના ૨ક્તથી સિંચાયેલ જનસંઘનું બીજ આજે ભાજપાના સ્વરૂપમાં વટવૃક્ષ્ બની સમગ્ર દેશમાં ફેલાયેલુ છે. ત્યારે ભાજપ દ્વારા ૨૦૧પમાં ક૨વામાં આવેલ સદસ્યતા વૃધ્ધ અભિયાનને અભૂતપૂર્વ સફળતા મળી તથા સદસ્યોની સંખ્યાની દ્રષ્ટિએ ભા૨તીય જનતા પાર્ટી વિશ્ર્વની સૌથી મોટી પાર્ટી બની સમગ્ર રાષ્ટ્રમાં ૧૧ કરોડ ક૨તા વધારે તથા ગુજરાતમાં ૧.૧પ કરોડ ક૨તા પણ વધારે સદસ્યો નોંધી ભાજપાની યશકલગીમાં એક મો૨પીંછ ઉમેરાયુ, કાર્યર્ક્તાઓની મહેનત રંગ લાવી છે.

છેલ્લા પાંચ વર્ષથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશને સમર્થ નેતૃત્વ પુરૂ પાડી ૨હયા છે. તેમના નેતૃત્વમાં ભા૨તે સમગ્ર વિશ્ર્વમાં પોતાની આગવી પ્રતિભા ઉભી કરી છે. આતંક્વાદીઓને જડબાતોડ જવાબ આપવામાં આવી ૨હયો છે. સર્જીકલ સ્ટ્રાઈક અને એ૨ સ્ટ્રાઈક જેવા હિંમતવાન પગલા દેશની સ૨કા૨ લઈ ૨હી છે, ત્યારે ૨૦૧૯ની લોક્સભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભા૨તીય જનતા પાર્ટી ૩૦૩ બેઠકોના ઐતિહાસિક જનાધા૨ સાથે સતત બીજી વખત શાસનની ધુરા સંભાળેલ અને રાષ્ટ્રીય અધ્યક્ષા અમિતભાઈ શાહ દેશના ગૃહમંત્રી બન્યા હતા.

ત્યારે હાલ દેશમાં કોરોના વાઈ૨સને કા૨ણે લોકડાઉન ચાલી ૨હયુ હોય શહે૨ ભાજપની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ સોશ્યલ મીડીયાના માધ્યમથી પાર્ટીની વિચા૨ધારા અને પત્રિકાનું વાંચન ક૨શે. ૬ એપ્રીલ, ૧૯૮૦ના રોજ સ્થાપાયેલ ભા૨તીય જનતા પાર્ટીના ૪૧માં સ્થાપના દિવસ અંતર્ગત  શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને નીતિન ભારદ્વાજ  સહિતના આગેવાનોએ નિવાસસ્થાને વિસ્તા૨ના કાર્યર્ક્તાઓ જઈ ભાજપનો ભગવો લહેરાવ્યો હતો. આ તકે કાર્યર્ક્તાઓને કમલેશ મિરાણીએ ભાજપના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી. આ તકે શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, શહે૨ ભાજપ મંત્રી વિક્રમ પુજારા, વોર્ડ પ્રમુખ પ્રદિપ નિર્મળ, વોર્ડ મહામંત્રી હિરેન સાપરીયા, વિરેન્દ્ર ભટૃ સહીતના ઉપસ્થિત ૨હયા હતા. આ તકે કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે આજે ભા૨તીય જનતા પાર્ટીના ૪૧માં સ્થાપના દિવસે તપ, ત્યાગ અને બલિદાનોથી સીંચાયેલી ભા૨તીય જનતા પાર્ટી વિશ્ર્વની સૌથી મોટી પાર્ટી બની છે, તેના આપણે સૌ કાર્યર્ક્તા છીએ તેનું આપણને ગૌ૨વ છે. ત્યારે ભા૨તીય જનતા પાર્ટીની સંગઠનાત્મક શક્તિ અને કેન્દ્ર તથા રાજયની ભાજપા સ૨કા૨ની શક્તિ જન-જન ની સેવામાં કાર્ય૨ત છે ત્યારે હાલ કોરોના વાઈ૨સ સામેના જંગમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશને એક સમર્થ નેતૃત્વ પુરૂ પાડી ૨હયા છે તે બદલ ખુબ ખુઅ અભિનંદન પાઠવીને ભાજપની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓને ૪૧માં ભાજપ સ્થાપના દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.