Abtak Media Google News

ક્રિકેટ ટૂર્નામેન્ટ, મહિલાઓની સ્પર્ધા, અંતાક્ષરી, ઈન્ડોર ગેમ્સ અને રાસોત્સવ યોજાયો

રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.નાં ‘૬૬’માં ‘બેન્ક-ડે’ની નાગરિક પરિવારજનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ, મહિલાઓની સ્પર્ધા, અંતાક્ષરી સ્પર્ધા, ઇન્ડોર ગેમ્સ અને રાસોત્સવ સો ઉત્સાહભેર ઉજવણી કરાયેલી હતી.

ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૮ ટીમો વચ્ચે ૧૧ મેચ રમાડવામાં આવી હતી. તેમાં આશિષ મનાણીની ટીમ વિજેતા બની હતી. મહિલાઓની સ્પર્ધામાં માતાજીની ચૂંદડીનું સુશોભન, ક્વીઝ અને વન-મીનીટ સ્પર્ધા યોજાઈ હતી. ગેમ જોકી કાજલ અગ્રાવતે વન-મીનીટ ગેમ્સમાં બાળકોથી લઇને મોટેરા સુધી દરેકને ગેમ રમાડી ઉત્સાહીત ર્ક્યા હતા. ક્વીઝમાં શ્ર્વેતાબેન સેજપાલ પ્રમ, ચુંદડી સુશોભનમાં હેતલબેન મહેતા પ્રમ આવેલ હતા.

અંતાક્ષરીમાં વિદ્યાબેન-રાધિકાબેન-અંજુબેન અને ચિરાગભાઇ કોટક પ્રમ વિજેતા બનેલ. કેરમ-લક્કી ડબલ્સમાં જીતેન્દ્રભાઇ ખખ્ખર-કિરણભાઇ કારીયા પ્રથમ, ટેબલ ટેનિસ-લક્કી ડબલ્સમાં હરેશભાઇ ઝવેરી-વ‚ણભાઇ ઝવેરી પ્રમ, ટેબલ ટેનિસ-સીંગલ્સમાં હરેશભાઇ મણીઆર પ્રમ, ચેસમાં જયેશભાઇ સેંગરા પ્રથમ વિજેતા બન્યા હતા.

વિવિધ કાર્યક્રમોમાં નલિનભાઇ વસા, જીવણભાઇ પટેલ, જ્યોતીન્દ્રભાઇ મહેતા, કલ્પકભાઇ મણીઆર, ટપુભાઇ લીંબાસીયા, ડાયાભાઇ ડેલાવાળા, અર્જુનભાઇ શિંગાળા, હરીભાઇ ડોડીયા, ગીરિશભાઇ દેવળીયા, શૈલેષભાઇ ઠાકર, જીમ્મીભાઇ દક્ષીણી, હંસરાજભાઇ ગજેરા, સુનિલભાઇ રાઠોડ, દિપકભાઇ મકવાણા, રાજશ્રીબેન જાની, ઘનશ્યામભાઇ ઢોલરીયા, કિર્તીદાબેન જાદવ, વિનોદ શર્મા ઉપરાંત શાખા વિકાસ સમિતિનાં સદસ્યો અને નાગરિક પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમોને સફળ બનાવવા માટે શૈલેષભાઇ ઠાકર, હંસરાજભાઇ ગજેરા, જીમ્મીભાઇ દક્ષીણી, વિનોદ શર્મા, રજનીકાંત રાયચુરા, કિશોરભાઇ મુંગલપરા, હરીશભાઇ શાહ, નિલેશભાઇ શાહ, ઉમેદભાઇ જાની, કિરીટભાઇ કાનાબાર, જયંતભાઇ રાવલ, ભીમજીભાઇ ખૂંટ, મનસુખભાઇ ગજેરા વગેરેએ  જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.