Abtak Media Google News

આજે ઉગતા સૂર્યને જળ અર્પણ: સન્નારીઓ કરશે વ્રતના પારણા

ગઈકાલે છઠ્ઠ પૂજાના અવસરે દાદરાનગર હવેલીમાં વિવિધ નદીઓના તટ પર શ્રધ્ધાળુઓ ઉમટયા હતા. આ તકે જે નદી તટ પાસે સ્ત્રીઓ ડૂબતા સૂર્યની પૂજા માટે એકઠી થઈ હતી ત્યાં પોલીસ સુરક્ષા ગોઠવાઈ હતી. નદી તટો પર ભક્તિ ગીતો ગૂંજયા હતા તેમજ આતશબાજી પણ કરવામાં આવી હતી.3 24સ્ત્રીઓએ નદીના પવિત્ર જળમાં ઉભા રહીને ભગવાન સૂર્યને અધ્ય અર્પણ કરી પ્રાર્થના કરી આશિર્વાદ મેળવ્યા હતા. આજે ઉગતા સૂર્યને અધ્ય અર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ સ્ત્રીઓએ ૩૬ કલાકના નિર્જળા વ્રતના પારણા કર્યા છે. છઠ્ઠ પૂજાના પ્રસંગે અલગ-અલગ નદી તટો પર આખી રાત ભજન-કિર્તન સાથે અન્ય ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા.

2 42 આ તકે દાદરાનગર હવેલી સાંસદ નટૂ પટેલ, નગરપાલિકા અધ્યક્ષ રાકેશ ચૌહાણ, ઉપાધ્યક્ષ અજય દેસાઈ, સીઈઓ મોહિત મિશ્રા સહિત અનેક મહાનુભાવોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. શહેરના દમણગંગા તટ સહિત અનેક ખાડી-નદી કિનારે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટે છે.

છઠ્ઠ પૂજાને લઈને ગઈકાલે સાંજે નરોલી ખાડી, ડોકમરડી ખાડી, બાવિશા ફલિયા ખાડી, પિપરીયા ખાડી સહિત અનેક નદીના કિનારે, ખાડીઓ પર બહોળી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ જામી હતી અને દરેકે આસ્થાભેર ભગવાન સૂર્યને જળ અર્પણ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.