Abtak Media Google News

આઈ-વે પ્રોજેકટ ફેઈઝ-૨માં ‚રૂ.૨૦ કરોડના ખર્ચે વધુ ૫૦૦ સીસીટીવી કેમેરા લગાવવાનું શરૂ

રાજકોટ આઈ-વે પ્રોજેકટ અંતર્ગત મહાપાલિકા દ્વારા પ્રથમ ફેઈઝમાં રૂ.૪૭ કરોડના ખર્ચે ૪૨૭ સીસીટીવી કેમેરા લગાવાયા બાદ હવે બીજા ફેઈઝમાં રૂ.૨૦ કરોડના ખર્ચે ૫૦૦ સીસીટીવી કેમેરા લગાવવાનું શરૂ કરવામાં આવ્યું.

આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.જૈમન ઉપાધ્યાય, મ્યુનીસિપલ કમિશ્નરે મહાપાલિકા અને શહેર પોલીસ વિભાગ દ્વારા કુલ રૂ.૬૭ કરોડના ખર્ચે શહેરમાં ૯૭૩ સી.સી.ટી.વી.કેમેરાઓ નાખવાનું આયોજન કરેલ છે. નાનામૌવા મલ્ટી એક્ટીવીટી સેન્ટર તા રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી એમ બે સ્ળોએ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ શ‚ કરવામાં આવ્યું છે.

બીજા તબ્બકામાં અંદાજે રૂ.૨૦ કરોડના ખર્ચે રાજકોટ આઈ-વે પ્રોજેકટ હેઠળ ૫૦૦ સી.સી.ટીવી કેમેરા લગાડવાનો શુભારંભ કરેલ છે.  મહાપાલિકાની જેમાં  ઝૂ, સ્ટોર તેમજ જુદી જુદી બધી જ મિલકતોને આવરી લેવામાં આવશે. તેમજ જુદા જુદા વિશેષ ૧૦ સ્ળોએ એલ.ઈ.ડી. બોર્ડ મુકવામાં આવશે. તમામ ૪૪ વોર્ડ ઓફિસોને, બધા જ રેનબસેરા,કોર્પોરેશનનિ ૪ શાકમાર્કેટો વિગેરે પણ કવરેજ કરાશે. આ ઉપરાંત ટ્રાફિક વાળા જુદા જુદા ૧૦ સ્ળોને(એએનપીઆરઆરએલવીડી) આવરી લેવામાં આવશે.  ખાસ કરીને રેસકોર્ષ ખાતે હાઈસ્પીડ વાઈફાઈ પણ કાર્યરત કરવામાં આવશે.

જ્યારે બીજા તબ્બ્કાની કામગીરી સંપૂર્ણ યા બાદ રૂ. ૪૭ કરોડના ખર્ચે મુખ્ય એક જ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ શરૂ કરવામાં આવશે. આ સેન્ટર માત્ર મહાનગરપાલિકા કે શહેર પોલીસ જ નહી પરંતુ અન્ય સરકારી વિભાગોને પણ ઉપયોગી થઇ શકશે. આ આધુનિક પ્રણાલીની મદદી શહેરના ટ્રાફિક ઉપરાંત મનપાની સેવાઓ અને ફિલ્ડ કામગીરીનું મોનીટરિંગ પણ થઇ શકશે. સાથોસા શહેરના મોટા ગાર્ડન, આજી ડેમ, ન્યારી ડેમ, પમ્પિંગ સ્ટેશન, ગાર્બેજ કલેક્શન સેન્ટર, વોર્ડ ઓફિસો, હોસ્પિટલો અને અન્ય યુટીલીટીઝ તેમજ અન્ય મહત્વપૂર્ણ જાહેર સ્ળો અને માર્ગો ઉપર નીરિક્ષણ કરી શકાશે.

શહેરમાં ૨૦ સ્ળોએ પર્યાવરણની વિસ્તૃત માહિતી આપતા એન્વાયરમેન્ટ સેન્સર ઈન્સ્ટોલ કર્યા છે. આ સિસ્ટમની મદદી મહાનગરપાલિકાને શહેરમાં કેટલું તાપમાન છે, કેટલું પ્રદૂષણ છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ કેટલું છે વગેરે જેવી માહિતી પણ આસાનાી ઉપલબ્ધ બનશે, જે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર પણ સતત નિહાળી શકાશે.

આ આધુનિક સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમના મોનિટરિંગ માટે અલગ અલગ બે સ્ળોએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે. આ સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમ સિસ્ટમની એક ખાસ વિશેષતા એ રહેશે કે, તેમાં  અગઙછ (ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નીશન) તેમજ છકટઉ (રેડ લાઈટ વાયોલેશન ડીટેક્શન) ટેકનોલોજી ધરાવતા કેમેરા લગાવવામાં આવશે. આ ટેકનોલોજીની મદદી નિયમ ભંગ કરનાર વ્યક્તિ માટે ઓટોમેટિક ઈ-ચલન જનરેટ થઇ શકે તેવી વ્યવસ પણ કરી શકાશે. સીસીટીવી કેમેરા ૪૦૦ મી. દુરના વાહનોની નંબર પ્લેટ પણ આઈડેન્ટિફાય કરી શકે છે અને અન્ય સરકારી સંસઓ સોના ડેટા શેરિંગની મદદી તેના આર.ટી.ઓ. રજીસ્ટ્રેશન સહિતની માહિતી ઓન ધ સ્પોટ ટીવી સ્ક્રીન પર ચમકી જાય છે. રેડ લાઈટ વાયોલેશન અને અન્ય નિયમ ભંગના કિસ્સાઓમાં થઈ-ચલન જનરેટ થશે અને જે તે વાહન માલિક-ચાલકના ઘેર મેમો પહોંચી જઈ શકે તેવી સિસ્ટમ કાર્યરત્ત થઈ શકશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.