Abtak Media Google News

પીએસઆઈ હિતેશ જેઠીની જાહેરાત: ગુનાખોરી પર બાજનજર રાખી કડક કાર્યવાહી કરવાની નેમ

સુરેન્દ્રનગર થી વઢવાણ આશરે ૫ કિમી દૂર આવેલું છે વઢવાણ તાલુકામા અનેક નાના મોટા ગામડાઓ આવેલા છે ત્યારે હાલ સુરેન્દ્રનગર જીલ્લા નું વઢવાણ ૧.૫ લાખ થી વધુ ની વસ્તી ધરાવતું ગામ છે ત્યારે કાયદો વ્યવસ્થા સારી બને તે માટે થોડા સમય પહેલા કચ્છ મા પી.એસ. આઇ તરીકે ફરજ બજાવતા હિતેશ ભાઈ જેઠી ને વઢવાણ મા પી.એસ. આઇ તરીકે ચાર્જ આપવામા આવિયુ છે

ત્યારે ગઈ કાલે હિતેશ ભાઈ જેઠી પી.એસ. આઇ દ્વારા પત્રકારો સાથે વાતચીત કરવા મા આવી હતી જેમાં વઢવાણ ના પત્રકારો અને હિતેશ ભાઈ જેઠી ( વઢવાણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ) સાથે ખાસ વાતચીત કરવા મા આવી હતી જેમાં હિતેશ ભાઈ જેઠી ( વઢવાણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ) દ્વારા વઢવાણ મા કાયદો વ્યવસ્થા ખૂબ મજબૂત બને અને ગુનાહિત પ્રવૃત્તિ અટકે અને આરોપી ની ગુનાહિત પ્રવૃત્તિ બાદ થોડા સમય મા અટકાયત કરવામાં આવશે અને વઢવાણ ની શાંતિ પ્રિય પ્રજા ને કોઈ વેક્તી ગુનાહિત પ્રવૃત્તિ કરે તો વઢવાણ પોલીસ નો તુરત સંપર્ક કરવા સલાહ આપી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.