Abtak Media Google News

ટંકારા પંથકના ખેડૂતોએ મૂખ્યમંત્રીને પત્ર લખ્યો

મોરબી જિલ્લામાં સીસીઆઇ દ્વારા અલગ અલગ તાલુકામાં કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. ખેડૂતોને એનાથી અત્યંત રાહત થઈ છે. અલબત્ત આ કેન્દ્રો પર માત્ર એ ગ્રેડનો કપાસ જ ખરીદ કરવામાં આવતો હોવાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સરકારે મોરબી જિલ્લામાં સીસીઆઈના અલગ અલગ કેન્દ્રો ફાળવ્યા છે. જો કે આ કેન્દ્રોમાં માત્ર એ ગ્રેડનો કપાસ જ ખરીદવામાં આવતો હોવાથી બી અને સી ગ્રેડનો કપાસ લઈ જતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગત સીઝનમાં ગુલાબી ઈયળ તેમજ કમોસમી વરસાદને લઈને ઘણા ખેડૂતોનો કપાસ બી અવા સી ગ્રેડની ક્વોલિટીમાં આવી ગયો છે. આી મોરબી જિલ્લામાંથી મુખ્યમંત્રીને ખેડૂતો દ્વારા પોસ્ટકાર્ડ લખવામાં આવી રહ્યા છે અને તેમાં સીસીઆઈના કેન્દ્રો પર બી અને સી ગ્રેડનો કપાસ ખરીદવાની અપીલ કરાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે ટંકારા તાલુકાના નશીતપર, લજાઈ, વિરપર, ઉમિયાનગર, હડમતિયા જેવા અનેક ગામોના જાગૃત ખેડુતોએ પણ કપાસની CCI ખરીદીના મુદે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીને પોષ્ટકાર્ડ લખીને પોતાની આપવિતી જણાવી હતી. ટંકારા તાલુકાના અનેક ગામના ખેડુતોએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પોષ્ટકાર્ડ થકી જણાવ્યું હતું કે CCI કેન્દ્રમાં લેવાતો કપાસ ફક્ત અ ગ્રેડનો જ લેવાય છે. જે અંદાજે ખેડુતો પાસે ૩૦ થી ૪૦ % જેવો જ હશે બાકી ૬૦% ખેડુતો પાસે ઘરમાં પડેલ કપાસ ગુલાબી ઈયળના ઉપદ્રવી તેમજ કમોસમી વરસાદના મારથી કપાસની ક્વોલીટી નબળી રહી છે. તે CCI એ ઇ અથવા ઈ કેટેગરી મુજબ ખરીદવા રાજ્ય સરકારે ખેડુતના હિતને ધ્યાનમાં રાખી મંજુરી આપવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.