સીબીએસઇના ધો. ૧૦-૧ર ની બાકી પરીક્ષા ૧લી જુલાઇથી લેવાશે

માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે ટવીટ કરીને વિગતો જાહેર કરી

દેશ વ્યાપી  લોકડાઉનના પગલે શૈક્ષણિક કાર્ય બંધ રહેવાને કારણે સીબીઆઇ બોર્ડની બાકી રહેલા ર૯ જેટલા વિષયોની પરિક્ષા ૧ થી ૧પ  જુલાઇ દરમિયાન યોજવાની જાહેરાત માનવ સંશાધન અને વિકાસ કેન્દ્રીય મંત્રી દ્વારા ગઇકાલે કરવામાં આવી હતી. લોકડાઉનના પગલે આ પરિક્ષાઓ રદ કરવામાં આવી હતી. ધો. ૧૦ બોર્ડના ૬ વિષયોની દક્ષિણ પૂર્વ દિલ્હીના વિદ્યાર્થીઓની આ વષર્. થયેલા કોમી રમખાણોના પગલે જે પેપર મુલત્વી રહ્યા હતા તે પરીક્ષાઓ પુન: લેવા માટે સીબીઆઇ ટુંક સમયમાં જાહેર કરશે.

બુધવારે પ્રાપ્ત પ્રથમ અહેવાલમાં જાણવા મળ્યું હતું. કે આ પરીક્ષાઓ જુલાઇ મહિનામાં પ્રથમ બે અઠવાડીયામાં યોજાશે. ત્યારબાદ જેઇઇ મેન અને નીટ યુ.જી. ની પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર થયો હોવાનો કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલે જાહેર કર્યુ હતું. સીબીએસઇની પરીક્ષા ૧ થી ૧૫ જુલાઇ દરમિયાન યોજાશે. જેમાં વિઘાર્થીઓ માટે રીવીઝન અને તૈયારીનો પુરેપુરો સમય મળશે અગાઉ એપ્રિલની પહેલી તારીખે સીબીએસઇ એ માત્ર ર૯મેન વિષયોની ધો. ૧૦ અને ૧ર બોર્ડની પરીક્ષાના ૪૧ વિષયોમાંથી લેેશે. સીબીએસઇ એ તેના નિવેદનમાં એવું પણ જણાવ્યું હતું કે બોર્ડ દ્વારા ટુંક સમયમાં જ આ અંગેની અન્ય બાકી રહેલા વિષયોની જાહેરાત કરવામાં આવશે જે હવે પછી નહીં લેવાશે.

સીબીએસઇ કોરોના કટોકટીને પગલે ૧૮ માર્ચ પછીના આઠ દિવસો દરમિયાન પરીક્ષા લઇ શકે તેવી સ્થિતિમાં ન હતી. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને લઇને ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ચાર દિવસ પરીક્ષા લેવાઇ ન હતી. કેટલાક વિઘાર્થીઓ છ દિવસો દરમિયાન પરીક્ષા આપી શકય ન હતા. ઉત્તર-પૂર્વ દિલ્હી ધો. ૧૦ ના હિન્દી કોર્સ એ, બી ઇંગ્લીશ કોમ્યુનિકેશન, ઇગ્લીશ ભાષા, સાહિત્ય વિજ્ઞાન, સામાજીક વિજ્ઞાન અને ધો. ૧ર માં ઇગ્લીશ (પસંદગી) એન.સી. ગણિત, અર્થશાસ્ત્ર, જીવવિજ્ઞાન, પોલિટિકલ સાંયન્સ, ઇતિહાસ ભૌતિક વિજ્ઞાન, આંકડાશાસ્ત્ર, રસાયણ વિજ્ઞાન, ૧રમાં ધોરણના તમામ વિદ્યાર્થીઓ માટેના ભુગોળ, હિન્દી, હોમ સાયન્સ સહિતની પરીક્ષા લેવાશે.

રાજયની સરકારી યુનિવર્સિટી અને કોલેજોમાં ૨૦મી જૂન સુધી વેકેશન

મેડિકલ, સિવાયની તમામ કોલેજોમાં આ નિર્ણય લાગુ પડશે

રાજરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે કોલેજોનું તા.૧૬મી મેના રોજ પૂ‚ થના‚ વેકેશન ખોલવામાં આવે તો વધુ કેસનો ફેલાવો થાય તેમ છે. વળી, સમગ્ર દેશમાં લોકડાઉન તા.૧૭ મે સુધી છે. આવા સંજોગોમાં રાજય સરકારે તમામ સરકારી યુનિવર્સિટીઓ અને તે સંલગ્ન કોલેજોમાં ઉનાળુ વેકેશન તા.૨૦મી જૂન સુધી રાખવાનો નિર્ણય લીધો છે. રાજયની આશરે ૨૮ જેટલી સરકારી યુનિવર્સિટીઓમાં ઉનાળુ વેકેશન લંબાવવાનો નિર્ણય કરાયો છે. જોકે આ નિર્ણય મેડિકલ ફાર્મસી સિવાયની કોલેજોમાં લાગુ પડશે નહી.

Loading...