Abtak Media Google News

ધો. ૧૦ અને ૧ર ના પરીક્ષા કેન્દ્રો બદલાવાની શકરતોની જાહેરાત કરતાં સેન્ટર બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન સી.બી.એસ.ઇ. ને મંગળવારે જણાવ્યું હતું કે જીલ્લા કક્ષાએ આવા કોઇપણ ફેરફારો માન્ય નહી રખાય, કોવિડ-૧૯ કટોકટીને પગલે સ્થગિત કરી દેવાયેલી બોર્ડની પરીક્ષાઓ ૧ થી ૧૫ જુલાઇ દરમિયાન યોજાશે.

જયાં વિદ્યાર્થીઓ, અરજદારો, સ્થળાંતરીત થયા હોય તેવા જીલ્લાઓમાં સી.બી.એસ.ઇ. સંક્રમિત શાળાઓમાં પરીક્ષા કેન્દ્ર બદલવાની મંજુરી આપવામાં આવશે એવા કિસ્સામાં કે જયા વિદ્યાર્થીઓ હાલમાં જે જીલ્લામાં રહેતો હોય ત્યાં સી.બી.એસ.ઇ. સંક્રલિત શાળા ન હોય તેવા કિસ્સામાં બાજુના જીલ્લામાં ફાળવણું કરાશે. ક્ધટેઇનમેન્ટ ઝોનમાં પરિક્ષા કેન્દ્રોની મંજુરી નહિ અપાય તેમ બોર્ડ સત્તાવાર હુકમમાં જણાવ્યું છે. જે શાળાઓ કોન્ટેઇનમેન્ટ ઝોનમાં આવતી હોય અને તારીખ અને પરીક્ષા કેન્દ્રો આવી શાળા અને વિઘાર્થીઓને કોનટેઇન્ટમેન્ટ ઝોનથી બહાર ના વિસ્તારમાં ફાળવવામાં આવશે.

એક જીલ્લામાં કેન્દ્રની ફેરબદલીની પરવાનગી નહિ અપાય, દિલ્હી એક જ જીલ્લા તરીકે ગણવામાં આવશે. જે પરીક્ષા કેન્દ્ર દિલ્હીના એક જીલ્લામાંથી દિલ્હીના બીજા જીલ્લામાં ફરેવવાની મંજુરી નહિ અપાય, બોર્ર્ડે જણાવ્યું હતું કે શાળાઓ દ્વારા પરીક્ષા કેન્દ્ર ફેરવવાની વિદ્યાર્થીઓ માટે અરજી જ સ્વીકાર્ય માનવામાં આવશે.

એ શાળાની જવાબદારી બનશે કે તે પોતાના વિદ્યાર્થીઓનો સંપર્ક કરીને જાણકારી મેળવવામાં આવે કે તેમને જીલ્લામાંથી અન્ય કયાં ફેરવવામાં આવ્યા છે આવા વિદ્યાર્થીઓને ભારતભરમાં કોઇપણ જીલ્લામાં પરીક્ષા કેન્દ્ર ફેરવવાની અને આ અંગે સી.બી.એસ.ઇ. એને પુરી જાણકારી પહોચાડવાની રહેશે.

પરિક્ષાના નિયમો મુજબ કોઇપણ અરજીઓ કોઇપણ પ્રકારે માન્ય નહિ ગણાય. શાળાઓને કાયદેસરની વ્યાજબી અરજીઓ પોતાના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે તો સી.બી.એસ.ઇ. ને જીલ્લા ફેરની અરજીઓ માન્ય રાખીને પરિક્ષા યોજવાની હિમાયત કરવામાં આવી છે. ધો.૧ર ની પરીક્ષાઓ સમગ્ર દેશમાં યોજવામાં આવશે. ધો.૧૦ ની પરીક્ષાઓ ઉત્તર-પૂર્વ જીલ્લામાં બાકી રહેશે.

દેશની રાજધાનીના જીલ્લામાં નાગરીક ધારાના વિરોધમાં ચાલી રહેલા દેખાવોને પગલે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને ઘ્યાને લઇ પરીક્ષાઓ બાકી રાખવામાં આવી છે. સી.બી.એસ.ઇ. બોર્ડે જણાવ્યું ભારતમાં અભ્યાસ કરતા ઉમેદવાર અને અન્ય જીલ્લાઓમાં ફેરવાયેલા ભારતના કોઇપણ વિદ્યાર્થી કોઇપણ જીલ્લામાંથી પરીક્ષામાં બેસી શકશે. આવા વિદ્યાર્થીઓને પોતાની શાળાઓને અરજી કરવાની રહેશે. અન્ય દેશમાં આવા વિદ્યાર્થીઓની પરીક્ષા સી.બી.એસ.ઇ. દ્વારા નહિ લેવાય. પરિણામ પણ આ વ્યવસ્થા ના આયોજન થકી જ જાહેર કરવાનો બોર્ડ દ્વારા નકકી કરવામાં આવ્યું છે. જે વિષયની પરીક્ષા બોર્ડ દ્વારા નહિ લેવાય તેવા પરિણામોની જાહેરાત પણ નવી યોજના અને આયોજન મુજબ કરવામાં આવશે તેમ બોર્ડે જણાવ્યું હતું.

વિશ્ર્વ વિદ્યાલયો અને દેશભરની શાળાઓ ૧૬ માર્ચથી લોક ડાઉનની જાહેરાત અને કોવિડ-૧૯ ની કટોકટીના પગલે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ર૪ માર્ચના બીજા દિવસથી જ ર૧ દિવસના વિશ્ર્વવ્યાપી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. બોર્ડ ગયા મહિને જાહેરાત કરી હતી કેકે ર૯ બાકી રહેલા વિષયોની પરીક્ષાઓ લેશે કે જે ધોરણ બહાલી અને ઉચ્ચતર અભ્યાસ માટેની સંસ્થાઓ માટેના પ્રવેશ માટે જ‚રી હોય વિષયોને પસંદગી અને તેના નિયમોના આધારે તેના મુલ્યાંકનની રીત ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.

બોર્ડની પરિક્ષાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પૂર્વે પૂરી થાય તેવી વ્યવસ્થા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશભરમાં ઇન્જીનીયરીંગ પ્રવેશ પરીક્ષા જેઇઇ મેઇન ૧૮ થી ર૩ જુલાઇ મેડીકલ ની નીટ ર૯ જુલાઇએ યોજવાની છે.

સીબીએસઇ બોર્ડની બાકી રહેતી પરીક્ષા માટે ટેલી કાઉન્સીંગનો પ્રારંભ

આગામી જુલાઇ માસથી સીબીએસઇ બોર્ડની બાકી રહેતી પરીક્ષા યોજાનાર છે. ત્યારે વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્ર્નો માટે ૧ જુનથી ૧પ જુલાઇ સુધી બોર્ડ દ્વારા ટેલી કાઉન્સલીંગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ૧પ જુલાઇ ૨૦૨૦ સુધી સવારે ૯.૩૦ થી સાંજે ૫.૩૦ કલાક સુધી આ સર્વીસ ચાલુ રહેશે. વિદ્યાર્થીઓ ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૧-૧૮૦૪ પર લાઇવ કાઉન્સલીંગનો લાભ લઇ શકશે અને મુંઝવતા પ્રશ્ર્નો પૂછી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.