Abtak Media Google News

કાર્તિ જોડાયેલા છે તે ૪ કંપનીઓના આર્થિક વ્યવહારો શંકાના દાયરામાં કાર્તિ ચિદંબરમ સામે ૪ કેસ કયા કયા?

કાર્તિ ચિદંબરમ સામે કેસ કયા કયા?

  • આઈએનએકસ મીડિઆ
  • એએસસીપીએલ
  •  વાસન હેલ્થકેર
  • જીઆઈસી

પી. ચિદંબરમના પુત્ર કાર્તિ સામે ચાર કંપનીઓ આઈએનએકસ મીડિઆ, એએસસીપીએલ, વાસન હેલ્થકેર પ્રાઈવેટ લીમીટેડ અને જીઆઈસીમાં લિંકઅપ કરીને ફોરેન ઈન્વેસ્ટમેન્ટ લાવવા ભ્રષ્ટાચાર કરાયાનો આક્ષેપ છે. કાર્તિ સામે પહેલા ઈ.ડી. અને હવે સીબીઆઈ તપાસમાં મામલાઓની યાદીમાં હવે આ વધુ ચાર મામલા જોડાઈ ગયા છે.

સીબીઆઈએ પ્રાથમિક તપાસમાં કાર્તિનાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભાસ્કરન અને ડાયરેકટરો મોહન રાજેશ, રવિ વિશ્ર્વનાથન, ચીન્ના બાલા રેડી, પદ્મા ભાસ્કરન, ઉપરાંત કાર્તિની પુત્રી એટલે કે પી ચિદંબરમની પૌત્રી અંદિતિ નલિની ચિદંબરમને પણ તપાસના દાયરામાં લીધી છે.સીબીઆઈ સોંગદનામુ કરીનપૂર્વ કેન્દ્રીય નાણા મંત્રી પી. ચિદંબરમના પુત્ર કાર્તિ (કે.ચિદંબરમ્) સામે વધુ ચાર કેસમાં સીબીઆઈ તપાસ શ‚ કરવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા મુજબ ઈ.ડીએ ચાર કેસ કાર્તિ ચિદમ્બરમ વિ‚ધ્ધ સીબીઆઈને ટ્રાન્સફર કર્યા છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે પી. ચિદંબરમ જયારે કેન્દ્ર સરકારમાં નાણા મંત્રી પદે હતા ત્યારે કાર્તિ ચિદમ્બરમે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ છે. આ મામલાની તપાસ ઈ.ડી કરતી હતી હવે તેને સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવી છે. અત્યારે કાર્તિ ચિદંબરમ સામે વધુ ૪ કેસ દર્જ કરવામાં આવ્યા છે. જેની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.