Abtak Media Google News

ઓગસ્ટા વેસ્ટલેન્ડ મામલે વચેટીયાની ભૂમિકા નીભાવનાર ક્રિશ્ચન મિશેલને ખૂબ મહેનત પછી ભારત લાવવામાં સફળતા મળી છે. મિશેલને લઈને દુબઈથી આવેલું ગલ્ફસ્ટ્રીમનું વિમાન મંગળવારે રાતે 10.35 મિનિટે દિલ્હી એરપોર્ટ ઉતર્યું હતું. ત્યાંથી મિશેલને સીધો સીબીઆઈ ઓફિસ લઈ જવામાં આવ્યો હતો. આખી રાત મિશેલને સીબીઆઈ હેડક્વાર્ટરમાં જ રાખવામાં આવ્યો હતો. હવે આજે તેની સાથે પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે.

આજે બપોર પછી મિશેલને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.મિશેલને ભારત લાવવા માટે તે ઓપરેશન ચલાવવામાં આવતું હતું તે ખૂબ સસ્પેન્સ રાખવામં આવ્યું હતું. આ ઓપરેશનનું નામ યૂનિકોર્ન રાખવામં આવ્યું હતું.

જેની અધ્યક્ષતા ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના હાથમાં સોંપવામાં આવી હતી. આ ઓપરેશન ઈન્ટરપોલ અને સીઆઈડી સાથે મળીને કર્યું હતું. મિશન મિશેલને સફળ બનાવવા માટે ડોભાલ સીબીઆઈના પ્રભારી નિર્દેશક નાગેશ્વર રાવના સંપર્કમાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.