Abtak Media Google News

આમ તો યુવતીઓ અને સ્ત્રીઓ મેકઅપની દીવાની હોય છે અને તેમની વેનિટી બેગથી માંડીનો ઓફિસ કે આઉટિંગના પર્સ અને બેગ પણ નાના નાના મેકઅપ ટૂલ્સ અને કિટથી અપડેટ હોય છે જોકે અતિશય તેમજ નિયમિતપણે કરાતો મેકઅપ તમારો આઇક્યૂ ઘટાડે છે એવું કેટલાક સંશોધનમાં સાબિત થયુંછે.

વધુ પડતો મેકઅપ કરવાથી સ્કીન ખરાબ થવાનો ડર રહે છે એ સૌ જાણે છે પણ શું તમને એ ખબર છે કે વધુ પડતો મેકઅપ કરવાથી તે તમારો આઈક્યૂ પણ ઓછો કરે છે? મેક-અપ પ્રોડક્ટસમાં સામેલ લીડ ધાતુની માત્રા સીધી જ તમારા મસ્તિષ્કને નુકસાન પહોંચાડી શકે છે. જો કે તમામ મેકઅપ પ્રોડક્ટસમાં સૌથી વધુ જોખમી લિપસ્ટીક છે.

તાજેતરમાં થયેલા એક સંશોધનમાં એ વાત સામે આવી છે કે વધુ મેકઅપ કરવાથી બુદ્ધિ ક્ષમતા પર અસર પડે છે. 22 લિપસ્ટીકની બ્રાન્ડસ પર કરવામાં આવેલા પરીક્ષણ દરમ્યાન એ વાત સામે આવી કે તેમાથી લગભગ 55 ટકામાં લીડની માત્રા જોવા મળી છે.

અંડરરાઈટર્સ લેબોરેટરીઝે ખુલાસો કર્યો છે કે 22માંથી 12 લિપ પ્રોડક્ટસ ઝેરીલા હોય છે. સંશોધનકર્તાઓના જણાવ્યા પ્રમાણે લીડની થોડી માત્રા પણ માનસિક સ્વાસ્થ્યને નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ આવી પ્રોડક્ટસથી દુર રહેવાની સલાહ પણ સંશોદનમાં આપવામાં આવી છે.

તેથી બને ત્યાં સુધી નિયમિતપણે મેકઅપ કરવાનું ટાળવું અને જરૂર પડે ત્યારેજ મેકઅપ કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.