Abtak Media Google News

બાળકએ ભગવાનએ આપેલી અમૂલ્ય ભેટ છે.જ્યારે પણ આવી કોઈ ખુશખબર આવેને ત્યારથી માતા પિતામાં તેના જન્મ સમય પહેલા જ તેનીમાટે બધુ વસ્તુ ખરીદી લેતા હોય છે. તેના કપડાં, શૂઝ તેના રમકડાં વગેરે જેવીની ખરીદી થઈ જ ચૂકી હોય છે. બાળકોના સારા સ્વાસ્થ્ય માટે ઘણી કંપની દ્વારા ઘણી બધી પ્રોડક્ટસ પણ મળે છે. તે પણ બેબી સ્પેશિયલ પ્રોડક્ટસ બનાવવામાં આવે છે.

જો તેમની જાણીતી એક કંપની એટલે કે જોનસન બેબી વિષે વાત કરીએ તો ઘણા વર્ષોથી આ કંપની માર્કેટમાં પોતાની સારી છબી લોકો સામે જાણવી રાખી છે, અમેરિકન ફાર્મા કંપની જોન્સન એન્ડ જોન્સનને લાંબા સમયથી ખબર હતી કે તેમણે બનાવેલા બેબી પાવડરમાં હાનિકારક કેમિકલ એસ્બેસ્ટોસ હાજર છે. જાણકારી અનુસાર 1971થી 2000 સુધી કંપનીના બેબી પાવડરના ટેસ્ટિંગમાં કેટલીયેવાર એસ્બેસ્ટોસ ભેળવવામાં આવ્યો.

કંપનીના મેનેજર, અધિકારીઓ, વૈજ્ઞાનિકો, ડોક્ટર્સ અને વકીલોને પણ ખબર હતી કે બેબી પાવડરમાં  એસ્બેસ્ટોસ  ઉમેરવામાં આવે છે, પરંતુ તેમણે આ વાત છુપાવી રાખી.

આ ઉપરાંત ડોક્ટરો પણ માતપિતાને  જોનસન બેબી પ્રોડક્ટસ ઉપયોગ કરવની મનાઈ કરે છે. આ અહેવાલ પછી, યુએસ સ્ટોક માર્કેટમાં કંપનીના શેર શુક્રવારે 10 ટકા ઘટ્યા હતા. સીએનએનએ લખ્યું છે કે 2002 પછી કંપનીના શેરમાં તે સૌથી મોટો ઘટાડો છે. 19 જુલાઈ, 2002 ના રોજ, કંપનીના શેર્સમાં 16 ટકાનો ઘટાડો થયો. ત્યારબાદ કંપનીના ભૂતપૂર્વ કર્મચારીએ રેકોર્ડમાં ખલેલ પાડવાની કંપનીનો આરોપ મૂક્યો હતો. સીએનએન મુજબ જોહ્ન્સન એન્ડ જોહ્ન્સને રોઇટર્સની રિપોર્ટને ખોટું કીધેલ છે કંપનીએ કહ્યું છે કે રોઇટર્સના રિપોર્ટ તદન ખોટા છે કંપનીના બેબી પાવડર સુરક્ષિત તેમજ એસ્બેસ્ટોસ ફ્રી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.