Abtak Media Google News

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તેના ગ્રાહકોને ફ્રોડથી બચવા માટે જાગૃત કરતી રહે છે. SBIએ ટ્વિટ કરી તેના બેંક ખાતેદારોને વોટ્સએપ અને સોશિયલ મીડિયા મેસેજથી બચીને રહેવાની સલાહ આપી છે. SBI પ્રમાણે, આ મેસેજ ગ્રાહકને ફોસલાવી તેની બેંકિંગ ડિટેલ્સ માગી શકે છે. SBIએ તેના ગ્રાહકોને કોઇ વોટ્સએપ મેસેજના બદલામાં ઓટીપી (OTP) શેર ન કરવાનું કહ્યું છે.

આ સ્કેમ પહેલાં ગ્રાહકને ઓટીપી સાથે જોડાયેલી માહિતી આપે છે અને તેમને વિશ્વાસમાં લીધા પછી અસલ ઓટીપી શેર કરવાનું કહે છે. એસે વોટ્સએપ મેસેજ હંમેશા કોઇ લિંક સાથે આવે છે. જેની પર ક્લિક કરતાં બેકગ્રાઉન્ડમાં કોઇ ખતરનાક એપ ઇન્સ્ટોલ થઇ જાય છે. આ એપની મદદથી એટેકર ફોનમાંથી ઓટીપી ચોરી શકે છે.

Screenshot 12SBIએ ગ્રાહકોને વિશ્વાસ અપાવ્યો છે કે, બેંક એકાઉન્ટને ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA)ના સફળ વેલિડેશન વગર બીજો કોઇ એક્સેસ કરી શકતો નથી.

બેંકે ગ્રાહકોને આગ્રહ કર્યો છે કે, તે કાર્ડ, એકાઉન્ટ, બેંક ક્રેન્ડેશિયલ્સ અને ઓટીપી કોઇ પણ વ્યક્તિ સાથે શેર ન કરે.

SBIનું કહેવું છે કે કોઇ પણ ફ્રોડ અથવા તમારા કાર્ડમાંથી ટ્રાન્ઝેક્શન થાય છે તો તમે તરત જ 1800-11-1109 નંબર પર કોલ કરો. બેંકે ગ્રાહકોને આવી કોઇ પણ પોસ્ટથી સાવધાન રહેવા જણાવ્યું છે. માત્ર ઓફિશિયલ ચેનલ્સ પર આવી ઓફર્સની વેલિડિટીને ચેક કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.