સાવધાન: શાકભાજી અને ફળો પણ વજન વધારે છે !

209

ગુવાર, મકાઇ, સુકા મેવાથી પણ વજન વધી શકે છે

હાલની જીવનશૈલીમાં વજન વધવું એ સૌની સમસ્યા છે. અને વધતા વજનથી સૌ ચિંતિત છે. લોકો એવું માનતા હોય છે કે વધુ કેલરી, તેલયુકત ખોરાકથી જ વજન વધતું હોય છે. પણ એવું નથી કેટલાક શાકભાજી અને ફળોથી પણ તમારૂ વજન વધી શકે છે. એવું થયેલા કેટલાક સંશોધનોમાં બહાર આવ્યું છે. તો આવો જાણીએ કયાં કયાં શાકભાજી અને ફળો ખાવાથી વજન વધી શકે છે.

વર્ષોથી આપણને શીખવાતું અને કહેવાતું આવ્યું છે કે શાકભાજી અને ફળો ખાવાથી આપણું વજન વધતું નથી એટલે શાકભાજી ફળોનું વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવતું હતું. હકીકતમાં આ બાબત બધા શાકભાજી, ફળોને લાગુ પડતી નથી.

કેટલાક શાકભાજી અને ફળો એવા છે જેને ખાવાથી વજન વધી શકે છે.

તેથી આવા શાકભાજી ફળો ઓછી માત્રામાં ખાવા જોઇએ. અથવા તેને ખાવાથી દુર રહેવું જોઇએ. કેટલાંક શાકભાજીમાં કેલેરીની વધુ માત્રા હોય છે. એટલે આવા શાકભાજી વજન ઘટાડવા માટે ઉપયોગી બનતા નથી આવા ફળોમાં માત્ર કેલેરી જ વધારે હોતી નથી તેનો ચીકાશ આંક (ગ્લાયટોમિક ઇન્ડેક્ષ) અન્ય શાકભાજી કરતા વધારે હોય છે. વધારે કેલેરી તથા વધુ ચીકાશ (સ્નીગ્ધતા) ધરાવતા પાંચ શાકભાજી ફળોની જાણકારી મેળવીએ.

ફણગાવેલા કઠોળ અને ગુવાર:- ફણગાવેલા કઠોળ અને ગુવાર પ્રોટીનથી ભરપુર છે, અને પોષકતત્વો પણ મોટા પ્રમાણમાં હોય છે. એક કપ ફણગાવેલા કઠોળમાં રર૭ કેલેરી હોય છે. જે કોબી કુળના બ્રોકોલી કરતા વધારે છે. બ્રોકોલીમાં માત્ર ૩૧ કેલેરી જ હોય છે. એથી જો તમે ઓછા કેલેરીવાળો ખોરાક લેવા માગતા હો કે વજન વધારાથી દુર રહેવા માગતા હો તો તમારે ફણગાવેલા કઠોળ, ગુવાર ખાવાથી દૂર રહેવું જોઇએ.

મકાઇ:- મકાનમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે અને તેની ચીકાશ પણ વધુ હોય છે. એટલે તેના સેવનથી તમારા લોહીમાં સુગરનું પ્રમાણ વધારો થઇ  શકે છે. મકાઇ ખાવાથી તમારા લોહીમાં વધેલી સુગરનું પ્રમાણ કલાકો બાદ ઘટે છે, અને તમને ફરી ઝડપથી ભૂખ લાગે છે. આવી સ્થિતિમાં જો તમે લાંબા સમય સુધી સ્વચ્થ રહેવા માગતા હો તો મકાઇ ખાવાથી દુર રહેવું જોઇએ.

નાસપતિ કુળનું ફળ એવોકેડો:- એવોકેડો એ નાસપતિ કુળનું કેન્યા સહીત વિશ્ર્વના કેટલાક ભાગોમાં થતું ફળ છે. તે વધારે કેલેરીવાળુ સુવાળુ અને સ્વાદિષ્ટ હોય છે. એક એવોકેડોમાં ૩૩ર કેલેરી હોય છે. એથી જે વ્યકિત વજનની ચિંતા કરતા હોય તેમણે આ ફળ ખાવાથી દૂર રહેવું જોઇએ.

સુકો મેવો:- સુકોમેવો ગણાતા બદામ, ખજુર, દ્રાક્ષ, પીસ્તા, અખરોટ વગેરે સુકા ફળો પણ કેલેરીથી ભરપુર છે. એટલે તેને સામાન્ય માત્રામાં પણ સલાડ, દાળ વગેરેમાં નાખવામાં આવે તો પણ તમને વધુ કેલરી મળે છે. જો તમે વજન વધે નહી તેવું ઇચ્છતા હો તો તમારે આવો સુકો મેવો ખાવાથી દૂર રહેવું જોઇએ અથવા મર્યાદિત માત્રામાં સેવન કરવું જોઇએ. અબતક, મુંબઇ

Loading...