Abtak Media Google News

ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સાથે જર્મન ગર્વમેન્ટે એમ.ઓ.યુ. સાઇન કર્યા

જર્મનીના વેપારીઓએ મેન્યુફેકચર્સનું ડેલીગેશન રાજકોટની મુલાકાત લીધી હતી. જેના અનુસંધાને જર્મનના એન્જીનીયરીંગ માલ સામાનને આધારે ઉત્પાદકોને જરુરીયાત મુજબના સ્પેરપાર્ટસ તથા કાસ્ટીંગ, ફોજીંગ, બેરીગ, સબ મર્શીબલ પંપ, ઇલકેટ્રીક મોટર તથા ઓટો મોબાઇલ્સને સ્પેર પાર્ટસ  વગેરેની જરુરીયાત હોય તેવા ગુણવતાયુકત માલ સામાનની સપ્લાય કરી શકે તેનો ગઇકાલે જર્મન કોન્સોલ્યુટ જરનલની આગેવાની હેઠળ જર્મન ઇન્ડીયન બીઝનેશ સેન્ટર તથા કેસેન્ડો વર્લ્ડ વાઇડ-પુનાના સહયોગથી હોટલ સરોવર પોર્ટીકો ખાતે રાજકોટના વેપાર ઉઘોગના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરી હતી. તેમજ જર્મનની કંપનીઓ સાથે એમ.ઓ.યુ. સાઇન ગ્રેટર રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝએ કર્યુ હતું. આ અંગે તે પૂર્વે પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં કોન્સોલ્યુટ જનરલ લોઅર સેકશન પી. પીટર વર્લ્ડ વાઇડ લી. કંપનીના મેનેજીંગ ડાયરેકટર વિશાલ જાદવ, ફોરનેસીક કંપનીના સાયલી ઇગવલે તેમજ સાકેત પુજારી અને ગ્રેટર રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રેસીડેન્ટ ધનસુખભાઇ વોરા અને વાઇસ પ્રેસીડેન્ટ રાજીવ દોશી ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા. ત્યારબાદ પત્રકાર પરીષદને સંબોધીને રાજકોટના ૬૦ જેટલા કારખાનેદારો વેપારીઓ સાથે વેપાર વાણીજય માટે વાર્તાલાપ કરી હતી.

જર્મનના વેપારી મેન્યુફેકચર્સ જર્મન કોન્સોલ્યુટ જનરલની આગેવાનીમાં રાજકોટના વેપારીઓ સાથે વાર્તાલાપ કરતા જણાવ્યું હતું કે જર્મન અને ઇન્ડીયન કંપની જે મેન્યુફેકચર કંપની છે. તેમના સંબંધો વધે અને માલ સામાનના ઉત્પાદકોને જરુરીયાત મુજબના સ્પેર પાર્ટસ, કાસ્ટીંગ, ફોજીંગ સબમર્શીબલ પંપ, ઓટો મોબાઇલ્સને સ્પેર પાર્ટસ વગેરેની જરુરીયાત હોય તો ઉત્૫ાદકો તરફથી ગુણવતા યુકત માલની સપ્લાય ઇંડીયાની કંપનીઓ કરી શકે તે માટેની માહીતી આપી હતી.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે રાજકોટના વેપારીઓને પસંદગી એટલે કરી છે કેમ કે એશીયામાં રાજકોટ કાસ્ટીંગ માટેનું સૌથી મોટુ હબ ગણવામાં આવે છે. અને રાજકોટના વેપારીઓ જો જર્મન કંપની સાથે જોડાશે તો ખુબ જ ફાયદો નીવડી શકે તેમ છે.

જેના થકી અહીંનો અને જર્મનની મેન્યુફેકચર કંપનીને પણ મોટુ પ્લેટ ફોર્મ મળી શકે તેમ છે.

તે મુખ્ય હેતુ છે કે રાજકોટના ઉઘોગકારો વેપારીની પસંદગી કરવાનું નકકી કર્યુ છે.

આ તકે ગ્રેટર રાજકોટ ચેમ્બર્સ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસીડન્ટ ધનસુખભાઇ વોરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જર્મન ગર્વમેન્ટ કોન્સોલ્યુટના જર્મન લોઅર સેકશનથી આવેલા મી. પીટરે રાજકોટના વેપારીઓને કંપનીની સફળતા અને પ્લેટફોર્મ મળી રહે તે માટે માહીતગાર કર્યા હતા. ગ્રેટર રાજકોટ ચેમ્બર્સ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સાથે જર્મન ગર્વમેન્ટ એમ.ઓ.યુ. પણ સાઇન કર્યા છે.

હવે પછી અવાર નવાર જર્મનથી ડેલીગેશન આવશે અને અહીંના વેપારીઓને ગ્રેટર ચેમ્બર્સ થકી જર્મનની તકો અંગે જાણકારી આપવામાં આવશે. આપણા વેપારીઓને જર્મનીમાં માલ એક સાથે સપ્લાય કરવા માટે મદદ કાયમી ધોરણે મળતી રહે તે માટે એમ.ઓ.યુ. સાઇન કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.