Abtak Media Google News

“કાસ્ટીંગ કાઉચ” શબ્દ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અને પેઝ થ્રી કલ્ચરમાં ખૂબ પ્રચલિત છે. સામાન્ય વાંચક કે દર્શક આનો અર્થ સમજી શકતો નથી. સાદી ભાષામાં કહીયે તો કાસ્ટીંગ કાઉચ એટલે મને-કમને થયેલું વ્યક્તિનું શારીરીક શોષણ….

વર્ષો પહેલા દાદા સાહેબ ફાળ કે એ જ્યારે ભારતની પહેલી હિન્દી ફિલ્મ બનાવવાની તૈયારી કરી ત્યારે એમની ફિલ્મમાં કામ કરવા માટે હિરોઇન તો શું હિરો પણ મળવો મુશ્કેલ હતું નાટક અને ફિલ્મને એ સમયે સાવ નિમ્નકક્ષાનું કાર્યક્ષેત્ર માનવામાં આવતુ હતું એક રેસ્ટોરેન્ટના થોડા દેખાવડા વેઇટરને દાદા સાહેબે પોતાન ફિલ્મમાં મહિને પંદર રુપિયાનાં પગારે રાજા હરીશચંદ્રનો રોલ નિભાવવા માટે મહામુશ્કેલીએ તૈયાર કર્યો હતો. જ્યારે ઘણાં મહિનાઓની રઝળયાર પછી પક્ષ ફિલ્મ માટે તારામતીનાં રોલ માટે કોઇ યુવતી તૈયાર ન થઇ આથી છેલ્લે દેહનાં સૌદા કરતી ગણીકાઓ પાસે પક્ષ તેમણે ખોળો પાથરી જોયો.

જો કે દેહ વિક્રયનાં વ્યવસાયમાં પહેલી સ્ત્રીઓએ પણ એમની હિરોઇન બનવાની ઘસીને ના કહી આથી ફાળકે એ હિરો તરીકે પસંદ કરેલા રેસ્ટોરન્ટના વેઇટરને જ મહિને પાંચ રુપિયાનો પગાર વધારો આપીને હિરોઇનનું પાત્ર કરવા માટે મનાવી લીધો.

આમ ફિલ્મ ક્ષેત્રે શરુઆતમાં કામ કરવા કોઇ ઇચ્છુક ન હોવાથી હિરો-હિરોઇનનો બેવડો રોલ વેઇટરને કરવો પડ્યો. પક્ષ ટેકનોલોજીનાં અભાવે પડદા ઉપર હરીશચંદ્ર અને તારામતિ એક સાથે પૂરી ફિલ્મ દરમિયાન ન દર્શાવી શકાયા. આજની પરિસ્થિતી બિલકુલ વિપરીત છે. ફિલ્મમાં કામ કરવા માટે બાળકોથી લઇને યુવા વર્ગ પડાપડી કરે છે. મુંબઇનું આર્કષણ બોલીવુડને કારણે જ પુરા ભારતનાં યુવા વર્ગમાં છવાયેલું છે. ફિલ્મોમાં નાનકડો રોલ મેળવવા માટે યુવતીઓ તો ખરી જ પક્ષ દેખાવડા યુવાનો પણ શારીરીક શોષણનો ભોગ બને છે

હાલમાં જ પોતાના મુહફાટ બયાનો માટે જાણીતી અભિનેત્રી, એન્કર, ટીવી શો ની જજ, ક્રિકેટ કોમેન્ટી એક્સપર્ટ એમ વિવિધ ભૂમિકા ભજવતી મંદિરા બેદીએ બયાન આપ્યું કે બંને વ્યક્તિની સહમતિ વગર કાસ્ટિંગ કાઉચ શક્ય નથી. જો આવુ ન હોત તો એમ કહી શકાય કે મહિલા કે પુરુષ બળાત્કારના શિકા બન્યા છે.

વધુમાં મંદિરાએ જણાવ્યું હતું કે અભિનેત્રી બનવા ઇચ્છુક યુવતી નિર્માતા કે દિગ્દર્શક દ્વારા શારીરીક ઉત્પીડનનો ભોગ બને છે. ઘણાં કિસ્સાઓમાં નવ યુવકો  પક્ષ ભોગ બને છે. પક્ષ સાદી સમજણ એવી છે કે બંને પક્ષે પોત-પોતાના હિત માટે સંમતિ વગર આ શક્ય બનતુ નથી. આ વિષયમાં ખાસ કરીને ભોગ બનનાર વ્યક્તિને અપેક્ષીત લાભ ન મળે કે મળતો બંધ થઇ જાય ત્યારે ભોગ બનાવનારને બદનામ કરવામાં આવે છે. ત્યારે ભોગ બનનાર વ્યક્તિ સાથે જ સહાનુભૂતિ જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.