Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે ત્યારે પ્રશાસન વિભાગ ફરી એક વખત ચિંતામાં મુકાયું છે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારોમાં કોરોના સંક્રમણનો ખતરો દિનપ્રતિદિન વધી રહ્યો છે. ગઇકાલે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાવાયરસ ના ૧૪ કેસો  એકસાથે નોંધાતા જિલ્લામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આથી એક વિસ્તારોમાં પ્રવેશબંધી ઉપરાંત દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કે જ્યાં કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા છે તે વિસ્તારને તરીકે નો વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે અને ત્યાં બફર ઝોન ના અનેક વિસ્તારોને સમાવી લેવામાં આવ્યા છે અને હાલમાં જ્યાં જે શેરીઓમાં કોરોનાવાયરસના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે તે શેરીઓમાં અને તે સોસાયટીમાં સેનેટાઈઝર સહિત નો છટકાવ કરીને ત્યાં બહારના લોકોને પ્રવેશ આપવા દેવામાં આવી રહ્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.