Abtak Media Google News

રીવેવાવેવ, જયુપીયર બિલ્ડીંગ, વેરોના ઈટાલીકા પીઝા પાર્લર સહિતના સ્થળોએથી મચ્છરોની ઉત્પત્તિ મળી આવતા દંડ

શહેરના એવરેસ્ટ પાર્ક-૪માંથી શંકાસ્પદ ડેન્ગ્યુનો કેસ મળી આવતા આજે આરોગ્ય શાખા દ્વારા આસપાસના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટવાળી જયુપીયર એટ્રીયમ બિલ્ડીંગના સેલરમાંથી મચ્છરોની ઉત્પતિ મળી આવતા દંડ ફટકારવામાં આવ્યો હતો.

આજે હાથ ધરવામાં આવેલા ચેકિંગમાં મચ્છરોના લારવા મળી આવતા રીવેલાવેવ બિલ્ડીંગને રૂ.૩ હજાર, વેરોના ઈટાલીકા પીઝા પાર્લરને રૂ.૧૦૦૦, ડેકોરા જયુપીયર બિલ્ડીંગને રૂ.૧૦૦૦, એવરેસ્ટ પાર્ક-૪માં એક બાંધકામ સાઈટને રૂ.૧૦૦૦, રામાપીર ચોકડી ખાતે દિલ્હી સિરામીકને રૂ.૫૦૦, એક સેલરને રૂ.૧૦૦૦, સિલ્વર હાઈટસને રૂ.૧૦૦૦, કૃણાલ સ્ટ્રકચર ઈન્ડિયા પ્રા.લી.ને રૂ.૫૦૦, અવકાશ કોમ્પ્લેક્ષને રૂ.૫૦૦, સંતકબીર રોડ પર શિવાલય કોમ્પ્લેક્ષ અને કબીર કોમ્પ્લેક્ષને રૂ.૫૦૦ સહિત કુલ રૂ.૧૫,૫૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.