Abtak Media Google News

એપ્રિલ 2020થી બીએસ-6 પ્રદૂષણ માપદંડો લાગુ થવાથી ટુ-વ્હીલર અને પેટ્રોલ વેરિએન્ટ વાળા પેસેન્જર વાહનોની કિંમત 10-15% વધી શકે છે. જયારે ડિઝલ વેરિઅન્ટ વાળા વાહનોની કિંમતમાં 20-25% સુધીનો વધારો થઈ શકે છે. આ અનુમાન ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે કર્યું છે.

1 ઈન્ડિયા રેટિંગ્સનું કહેવું છે કે 1 એપ્રિલ 2020થી બીએસ-6 નોર્મ લાગુ થવા પર તમામ સેગમેન્ટમાં વાહનોની કિંમત વધશે. આ કારણે 2019-20ના બીજા ત્રિમાસિકમાં ડિમાન્ડમાં તેજી આવી શકે છે. પ્રથમ છ મહિનામાં કાર્સનું વેચાણ ધીમું રહેશે.

રેટિંગ એજન્સીના જણાવ્યા પ્રમાણે ચાલું નાણાંકીય વર્ષના 10 મહીનામાં પેસેન્જર્સ વાહનોના વેચાણમાં 4%નો ગ્રોથ રહ્યો છે. અગામી નાણાંકીય વર્ષમાં પણ ગ્રોથ સામાન્ય રહેશે. જયારે 2018-19ના 10 મહીનામાં 23 ટકા ગ્રોથ આપનાર કોમર્શિયલ વાહનોના સેગમેન્ટમાં 2019માં સિંગલ ડિજિટ ગ્રોથ જોવા મળી શકે છે.
ટુ-વ્હીલર સેગમેન્ટમાં આ વર્ષે 8 ટકા ગ્રોથ રહ્યો છે. અગામી વર્ષે તેમાં તેજી આવી શકે છે. એજન્સીના જણાવ્યા પ્રમાણે, ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી અને મધ્યમવર્ગની વસ્તીમાં વધારાને કારણે ટુ-વ્હીલર સેગમેન્ટમાં તેજી આવશે.

પ્રીમયમ પ્રોડકટ તરફ યુવાનોનો વધી રહેલા રસ પણ તેમાં મદદ કરશે. એજન્સીએ એ પણ કહ્યું કે 2019-20માં ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીની મોટાભાગની કંપનીઓનું રેટિંગ અસરગ્રસ્ત રહેશે. આ સ્થિતિ ઈલેકટ્રેકિ વાહન પ્લેટફોર્મના ડેવલોપમેન્ટ અને નવા પ્રોડક્ટના લોન્ચિંગ છતા પણ સર્જાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.