Abtak Media Google News

ઘોઘા-દહેજ વચ્ચેની રો-રો સર્વિસ માટે ચીન પાસેથી રૂ.૧૦૦ કરોડની અત્યાધુનિક શીપની ખરીદી

ભાવનગરના ઘોઘા અને ભરૂચ નજીકના દહેજ વચ્ચે સરકારે રો-રો સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસ માટે ચીની સ્પેશ્યલ જહાજ રૂ.૧૧૦ કરોડના ખર્ચે ખરીદવામાં આવ્યું છે. આ જહાજની ક્ષમતા ૮૦૦ થી ૧૦૦૦ મુસાફરોને તેમજ ૬૫ી વધુ લકઝરી બસો જેવડા વાહનોના વહનની છે. યોજનાના પ્રારંભે સરકારે ભાડા પટ્ટે જહાજ લીધા હતા. જો કે હવે ચીની જહાજ ખરીદવામાં આવ્યા છે.

ચીની નવા ખરીદાયેલા જહાજના કેટલાક ભાગમાં એ.સી. ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત વીઆઈપી માટે ફૂડબાર સહિતની સુવિધાઓ છે. વીઆઈપી એરીયામાં સલુન પણ ગોઠવવામાં આવ્યા છે. ખાસ મહેમાનો માટે લકઝરી સેવા ઉપલબ્ધ છે. ૬૫ જેટલા મોટા વાહનો વહન કરવાની ક્ષમતા નવા જહાજમાં છે. મુસાફરોના બેઠક વિસ્તારમાં ટીવી અને મ્યુઝિક સહિતના મનોરંજન સાધનો પણ ઉપલબ્ધ છે. જૂન મહિનાી આ સેવાનો રેગ્યુલર પ્રારંભ ઈ જશે.

Roroસુત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રી સુરત કે મુંબઈ સુધી લકઝરી બસો દોડાવતા ટ્રાવેલ સંચાલકો પણ ઘોઘા-દહેજ વચ્ચેની આ ફેરીનો ઉપયોગ કરે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે. જેનાથી મુસાફરી માટેનો સમય ઘટી જશે. ઉપરાંત મુસાફરોને ક્રુઝ શીપ જેવો આનંદ પણ મળશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.