Abtak Media Google News

ડો. સુરેશ જોશીપુરા, ડો. ભરત ટાંક અને ડો. આશા માત્રવડીયા દ્વારા તૈયાર કરાયેલું પુસ્તક હવે એપ સ્વરુપમાં ઉપલબ્ધ

નામાંકિત ચામડીના રોગ નિષ્ણાંતો ડો. સુરેશ જોશીપુરા, ડો. ભરત ટાંક અને ડો. આશા માત્રવડીયા દ્વારા ગુજરાતીમાં ચર્મરોગની સંપૂર્ણ માહીતી આપતું પુસ્તક ત્વચા છેલ્લા ત્રણ દાયકાથી ઉપલબ્ધ છે. આ પુસ્તકની અનેક આવૃત્તિઓ થઇ ચુકી છે. અને હજારોની સંખ્યામાં વાંચકોને તેનો લાભ લીધો છે. સ્કીન ઇન ગુજરાતી નામની વેબસાઇડ પર પણ આ પુસ્તક ઉપલબ્ધ છે અને તેને પણ હજારોની સંખ્યામાં હિટસ મળી છે.

આધુનીક યુગ સાથે કદમ મીલાવવા અને આ પુસ્તક હજુ વધુ લોકો સુધી પહોંચી શકે તે માટે હવે આ પુસ્તકને એક મોબાઇલ એપના સ્વ‚પમાં ઉપલબ્ધ કરવામાં આવ્યું છે જેથી એન્ડ્રોઇડ ફોન ધરાવનાર કોઇપણ મોબાઇલ ધારક ગુગલના એપ સ્ટોરમાં જઇ ત્વચા એપ મેળવીશકશે. એકદમ સરળ સ્વ‚પની આ એપમાં કુલ ૪૩ પ્રકરણોમાં આખું પુસ્તક સમાવી લેવામાં આવ્યું છે. જેથી ચામડીને લગતી દરેક બાબત વિષે સરળ તેમજ ઉપયોગી માહીતી કોઇપણ વ્યકિત ગમે ત્યાં જોઇ અને વાંચી તેમજ સમજી શકે છે.

આ એપમાં ચામડીના તમામ રોગ વિષે તો માહીતી આપવામાં આવી જ છે પણ સાથે વાળ, નખ સહીત ચામડીની સંભાળ કઇ રીતે રાખવી તેની ઉપયોગી ટીપ્સ પણ આપવામાં આવી છે. ટેટુથી માંડીને બ્યુટી પાર્લર કે હેર કટીંગ સુલુનમાં જતી વખતે શું કાળજી રાખવી તેની ચર્ચા પણ કરવામાં આવી છે તો હોસ્ટેલમાં રહેતા વિઘાર્થી ભાઇ બહેનોએ ચામડીના રોગ ન થાય તે માટે શું કાળજી રાખવી તેનું માર્ગદર્શન પણ પુરુ  પાડવામાં આવ્યું છે. સાથે ત્વચાને વધુ સુંદર બનાવવા કઇ કઇ આધુનીક પ્રોસીજર ઉપલબ્ધ છે. તેની માહીતી પણ આપવામાં આવી છે. એપમાં તસ્વીરો સાથે ચામડીને લગતી ઉપરની તમામ બાબતોની રજુઆત એ રીતે થઇ છે કે કોઇપણ વ્યકિત આસાનીથી સમજી શકે. 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.