Abtak Media Google News

રણજી ટ્રોફી ગ્રુપ-બીના સેમિ ફાઈનલ મેચમાં સૌરાષ્ટ્રએ ટોસ જીતી બેટીંગ કરવાનો નિર્ણય લીધો: ૫૨ ઓવરમાં સૌરાષ્ટ્રનો સ્કોર ૪ વિકેટે ૧૬૯ રન

રાજકોટ મહાપાલિકાના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલા રણજી ટ્રોફીના ગ્રુપ-બીના પ્રથમ સેમિ ફાઈનલ મેચમાં યજમાન સૌરાષ્ટ્ર મહેમાન ઝારખંડની ટીમ સામે સંઘર્ષ કરતી જોવા મળી હતી. ટોસ જીતી પ્રથમ બેટીંગ કરનાર સૌરાષ્ટ્રની શ‚આત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમનો સ્કોર ૩૯ રને પહોંચ્યો ત્યારે બંને ઓપનરો પેવીલયનમાં પરત ફર્યા હતા. સુકાની ચેતેશ્ર્વર પુજારાએ એક છેડો સાચવી રાખ્યો છે અને અનણમ અડધી સદી ફટકારી આ લખાય રહ્યું છે ત્યારે ઝારખંડના બોલરોનો સામનો કરી રહ્યું છે.

રાજકોટમાં આજથી શ‚ થયેલા રણજી ટ્રોફીના ગ્રુપ-બીનાં પ્રથમ સેમી ફાઈનલમાં સૌરાષ્ટ્રના સુકાની ચેતેશ્ર્વર પુજારાએ ઝારખંડ સામે ટોસ જીતી બેટસમેનો માટે સ્વર્ગ સમાન મનાતી રાજકોટની વિકેટ પર પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે સુકાની પુજારાનો આ નિર્ણય યર્થાત સાબિત થઈ ન હતો. પ્રથમ વખત સૌરાષ્ટ્રની ટીમવતી રણજી ટ્રોફી રમી રહેલા ટીમ ઈન્ડિયાના એક સમયના ધુરંધર બેટસમેન રોબીન ઉથપા સેમી ફાઈનલ જંગમાં પણ નિષ્ફળ રહ્યો હતો. તે માત્ર ૧૩ રન બનાવી આશિષકુમારની બોલીંગમાં વિકેટ કિપર ઈશાન કિશનના હાથમાં ઝડપાઈ ગયો હતો. સૌરાષ્ટ્રમાં અન્ય ઓપનર એસ.એસ.પટેલ પણ વ્યકિતગત ૨૦ રનના સ્કોરે આશિષકુમારનો શિકાર બન્યો હતો.

સૌરાષ્ટ્રનો આક્રમક બેટસમેન સેલ્ડન જેકસન સેટ થાય તે પૂર્વે જ ૬ બોલમાં ૬ રન બનાવી કૌશલસિંગનો શિકાર બન્યો હતો. માત્ર ૪૬ રનમાં ૩ વિકેટ ગુમાવ્યા બાદ ચેતેશ્ર્વર પુજારા અને રવિન્દ્ર જાડેજાની જોડીએ સૌરાષ્ટ્રનો પ્રકાશ અટકાવ્યો હતો. જોકે છેલ્લા ઘણા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયેલો જાડેજા પોતાની ઈનીંગને લાંબી ખેંચી શકયો ન હતો તે ૪૨ રનના અંગત સ્કોરે આઉટ થઈ જતા સૌરાષ્ટ્રને ચોથો ફટકો પડયો હતો.

આ દરમિયાન સુકાની ચેતેશ્ર્વર પુજારાએ ધૈર્યપૂર્ણ બેટીંગ કરતા વધુ એક અડધી સદી ફટકારી હતી. પ્રેરક માંકડે પણ તેનો સાથ આપ્યો હતો. આ લખાય રહ્યું છે ત્યારે રણજી ટ્રોફી સેમિ ફાઈનલ જંગમાં સૌરાષ્ટ્રની ટીમે પોતાની પ્રથમ ઈનીંગમાં ૫૨ ઓવરમાં ૪ વિકેટના ભોગે ૧૬૯ રન બનાવી લીધા છે. સુકાની ચેતેશ્ર્વર પુજારા ૫૨ રન અને પ્રેરક માંકડ ૨૮ રન સાથે મકકમતા પૂર્વક ઝારખંડના બોલરોનો સામનો કરી રહ્યા છે. ઝારખંડવતી આશિષકુમારે ૩ અને કૌશલસિંગે ૧ વિકેટ ઝડપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.