Abtak Media Google News

દર્દીના સેલ કેન્સર સામે લડવા સક્ષમ બનાવતી ટ્રીટમેન્ટ લાખો લોકોનો જીવ બચાવી શકે તેવી આશા

કેન્સરને ડામવા માટે તબીબો દ્વારા છેલ્લા લાંબા સમયથી સતત સંશોધનો કરવામાં આવ્યા છે. જેમાં હજુ સુધી જોઈએ તેવી સફળતા મળી નથી. ત્યારે હવે વૈજ્ઞાનિકો દર્દીઓના જીનેટીકલ ફેરફારોને રોકવા માટે ઝેર-ઝેરને મારે તે નીતિથી વધુ સંશોધન કરી રહ્યાં છે.

આ ટ્રીટમેન્ટમાં દર્દીના પોતાના જ સેલ કેન્સર સામે લડવા માટે શક્તિશાળી બનશે અને કેન્સરને આગળ વધતુ અટકાવશે.

આ ટ્રીટમેન્ટને મંજૂરી પણ આપવા તૈયારી શ‚ કરાઈ છે. જો અમેરિકાનું ફૂડ એન્ડ ડ્રગ્સ એડમીનીસ્ટ્રેશન ટ્રીટમેન્ટને મંજૂરી આપશે તો આ જીનેટીક રીતે થતી પ્રથમ થેરાપી બની રહેશે. છેલ્લા ઘણા વર્ષોથી કેન્સરની દવાની થેરાપી શોધતા તબીબો માટે આ એક મહત્વનું મુકામ બની રહ્યો છે.

એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, જેવી રીતે ઝેર-ઝેરને મારે છે તેવી જ રીતે કેન્સર કેન્સર સામે લડવામાં દર્દીના પોતાના જ સેલ મદદરૂપ બની રહેશે.

જો કે આ સારવાર માટે દરેક દર્દીઓને થયેલા કેન્સરને ધ્યાને રાખીને સારવારનો અલગ અલગ ભાગ પાડવો પડશે અને ત્યારબાદ સારવાર શરુ કરવામાં આવશે.

પ્રથમ કેન્સર સામે લડતા સેલને રીસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવશે. ત્યારબાદ આ સેલ તૈયાર થયેલી સારવારમાં ઉપયોગમાં લેવાશે.

એમ કહેવાઈ રહ્યું છે કે, દર્દીનું શરીર યુવાન અવસ્થામાં હોય તેમ આ સારવાર અસરકારક રહે છે. ઈમીલી વ્હાઈટહેડ નામની દર્દીને આ દવા આપવામાં આવી હતી જેની હકારાત્મક અસર પડતા તેનું જીવન બચી ગયું હતું.

જો કે સાઈડ ઈફેકટના કારણે તેને તાવ, બ્લડપ્રેસરમાં ઘટાડો સહિતના લક્ષણો દેખાયા હતા. પરંતુ અંતે તે કેન્સર મુકત બની હતી. આ ઘટનાથી સ્પષ્ટ થયું હતું કે, કેન્સર સામેની આ નવી ટ્રીટમેન્ટ ઘણા બાળકોનો જીવ બચાવવા માટે ઉપયોગી બની રહેશે.  અત્યાર સુધી આ સારવાર અસરકારક ન હોવાનું કહેવાઇ રહ્યું હતું. પરંતુ હવે ‘ઝેર ઝેરને મારે’ તે થિયરી ઉપર કેન્સરની સારવાર સ્વીકારાઇ છે. ભવિષ્યમાં આ ટ્રીટમેન્ટને વધુ અસરકારક રીતે આગળ લઇ જવા માટે થબીબો દ્વારા વધુ સંશોધનો કરવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.