Abtak Media Google News

૪ ફ્રબુઆરી વિશ્ર્વ કેન્સર શરીરનાં કોષોની વૃધ્ધી અને વિભાજનની ક્રિયા નિયમાનુસર ન થતાં, કોષોની અનિયંત્રિત વૃધ્ધી શરીરમાં ગાંઠ ઉત્પન્ન કરે છે.ઘણી વખત ગાંઠ ફાટી જાય તો ચાંદા રૂપે પણ દેખાય છે તેને  કેન્સરનું  ચાંદુ કહેવાય છે લોહીનાં કેન્સરમાં ગાઠ કે ચાંદુ દેખાતું નથી કારણકે તેનાં કોષો લોહીમાં ભળીને શરીરમાં પ્રસરે છે.કેન્સર વ્યકિતનાં પોતાના શરીરમાં ઉત્પન્ન થાય છે. અને ઝડપથી પ્રસરે છે જે ચેપી નથી અમુક કેન્સર વારસાગત હોય છે.વ્યકિતની અંગત ટેવો અને આદતો જેવી કે દારૂ  તથા ધુમ્રપાન તમાકુનાં વ્યસન કારણે ઘણા ખરાને કેન્સરનું કારણ હોય છે.પુરૂ ષોમાં સામાન્ય રીતે  જીભ-સ્વરપેટી, શ્ર્વસનળી કે હોજરી- મોઢાનું કેન્સર વિશેષ જોવા મળે છે.તો સ્ત્રીઓમાં  ગર્ભાશયના મુખનું અને સ્તન કેન્સર વિશેષ જોવા મળે છે.

Knowledge Corner Logo 1

કેન્સર એ કોઈ એક બિમારી નથી પરંતુ તે ઘણી બધી બિમારીઓનો સમુહ છે. ૧૦૦ થી વધુ પ્રકારના વિશ્ર્વમાં હાલ કેન્સર જોવા મળે છે.મોટા ભાગના કેન્સરનું નામ શરીરના કયા અંગ અને કયા પ્રકારનાં કોષથી તેની શરૂ આત થાય તે પરથી હોય છે. દા.ત.મોટા આંતરડાના મોટા ભાગથી શરૂ  થતાં કેન્સરને આંતરડાનું કેન્સર કહેવાય છે અને ચામડીનાં પાયાના કોષોથી જે કેન્સર શરૂ  થાય તેને ચામડીનું કેન્સર કહે છે.કેન્સર શબ્દ એ બિમારી માટે વપરાય છે જેમાં સામાન્ય કોષોનું  અનિયંત્રિત પણે વિભાજન થયા કરે છે અને તે અન્ય પેશીઓ પર હુમલો કરવાને શકિતમાન બને છે.કેન્સરનાં કોષો લોહિ અને લસિકા તંત્ર દ્વારા શરીરનાં અન્ય ભાગોમાં ફેલાય છે.

  • કેન્સરનાં મુખ્ય પ્રકારો

કાર્સીનોમાં- કેન્સર કે જેની શરૂ આત ચામડી અથવા તેનાં કોષોમાં થાય છે અથવા તે અંદરનાં અંગોને આવરી લે છેસાર્કોંમાં -કેન્સર કે જેની શરૂ આત હાડકા, કાટિર્લજે, ચરબી, સ્નાયુ, લોહીની નળીઓ અથવા અન્ય જોડાતાં અથવા સહાયક કોષોથી થાય છે.લીમ્ફોમાં  અને માઈલોમા-કેન્સર કે જેની શરૂ આત રોગ પ્રતિકારક તંત્રનાં કોષોમાં થાય છે.લ્યુકેમિયા-કેન્સર કે જેની શરૂ આત લોહી બનાવતા કોષો જેવા કે બોર્નમેરોથી થાય છે અને તેમાંથી મોટી સંખ્યામાં અસામાન્ય લોહીનાં કોષો પેદા થઈને લોહીમાં  પ્રવેશે છે.કેન્સર વગરની સાદી ગાંઠને ઓપરેશન દ્વારા કઢાવી શકાય, મોટાભાગો ફરીથી થતી નથી તેમજ તેનાં કોષો શરીરનાં અન્ય ભાગોમાં ફેલાતા નથી. મેલીગન્ટ ટયુમરને કેન્સરની ગાંઠ કહેવાય છે.આવી ગાંઠના કોષો નજીકનાં કોષોના જાળા પર હુમલો કરે ને શરીરનાં અન્ય ભાગમાં  ફેલાય છે.ત્યારે  કેન્સર શરીરનાં એક ભાગ થી બીજા ભાગમાં ફેલાય છે તેમજ લ્યુકોમિયા જેવા કેન્સર બોર્નમેરો અને લોહીમાં થાય છે. તે ગાંઠથી થતું નથી.

કેન્સરનાં મુખ્ય ચિન્હોમાં સ્તન અથવા શરીરનાં અન્ય ભાગમાં ગાંઠ થવી અથવા તે ભાગ જાડો લાગવો, નવા તલકે મસા થવા જે જુના હોય તેમાં ફેરફાર થવો, ગળું બેસી જવું  અથવા કફ થવો જે મટતો ન હોય, સંડાસ અને પેશાબ કરવાની આદતમાં બદલાવ થવો, જમ્યા પછી અસ્વસ્થતા લાગવી. ખોરાક ગળેથી ઉતારવામાં ખુબ તકલીફ ખથવી,કોઈ પણ જાણીતા કારણ વગર વજનનું ઘટવું કે વધવું  ખુબજ નબળાઈ કે થાક લાગવો, અસામાન્યપણે લોહીનું પડવું  કે સ્ત્રાવ નીકળવો નિદાન કેન્સરથી બચવાનો સરળ રસ્તો છે.

કેન્સરની પ્રારંભિક તપાસમાં લોહિ-પેશાબ કે ફલુઈડની તપાસ, ફોટો, એકસરે, સોનોગ્રાફી,  સીટી સ્કેન,  અલ્ટ્રા સાઉન્ડ એમ.આર.આઈ.એન્ડોસોપી પેટ સ્કેન કે બાયોપ્સીની મદદથી નિદાન થઈ શકે છે.હાલમાં કેન્સરની સર્જરી, શેકઆપવા, કે લોહિમાં ઈન્જેકશનનાં ડોઝ આપવા જેવી વિવિધ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે.કેન્સર શબ્દનો શાબ્દિક અર્થ ” કરચલો   કરચલો એક વખત કોઈ વસ્તુ કે પ્રાણી પકડે તો પછી છોડતો નથી.એ અર્થમાં  કેન્સર પણ જેને પકડે પછી ઝટ છોડતો નથી. તબીબી ભાષામાં કેન્સર માટે મેલીગન્સી શબ્દ વપરાય છે પણ જો તેને  સમયસર ઓળખી લેવામાં આવે તો તેનાં ગંભીર પરિણામોથી બચી શકાય છે.આપણાં સૌરાષ્ટ્રમાં તમાકુ-ધુમ્રપાનનાં સેવનને કારણે મોઢાના- જડબાના કેન્સરમાં ભયંકર વધારો જોવા મળી રહ્યો છે તો સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર પણ ભયંકર વધારો જોવા મળી રહ્યુ છે સ્ત્રી કે કેન્સર એક જ એવું  કેન્સર છે જેમાં જો વહેલું નિદાન થાય તો ચૌકકસ બચી શકાય છે. વિશ્ર્વભરમાં ૪ ફેબ્રુઆરીએ વિશ્ર્વ કેન્સર દિવસ ઉજવાય છે.સાવચેતી એજ સલામતી છે. કેન્સરનું વ્હેલું  નિદાન-યોગ્ય સારવારથી તેનાં કારણે આવતાં મૃત્યુને નિવારી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.