તનાવ, વ્યસન અને આરોગ્ય સાથે જીવન શૈલી સુધારવાથી કેન્સરને પૂર્ણત: નાથી શકાય

57

વર્લ્ડ કેન્સર ડે:‘કેન્સર’એટલે ‘કેન્સલ’ નહીં

દેશમાં તમાકુના સેવનથી રર ટકા લોકો મોતના મુખમાં ધકેલાય છે: ગુજરાતમાં મુખના કેન્સર સૌથી વધુ

કેન્સરને નાબૂદ કરવા અનેકવિધ પ્રકારનાં જાગૃતી કાર્યક્રમોનું આયોજન

કેન્સરની જાગૃતતા અંગે જુઓ ‘અબતક’ ચેનલ પર રાત્રે ૦૯:૩૦ કલાકે એક વિશેષ કાર્યક્રમ

આજે ડબલ્યુ.એચ.ઓ. દ્વારા સમગ્ર વિશ્ર્વમાં વર્લ્ડ કેન્સર ડે તરીકે ઉજવવામાં આવે છે જેમાં કેન્સરને કેવી રીતે નાથી શકાય તે દિશામાં પગલાઓ પણ લેવામાં આવી રહ્યા છે ત્યારે કેન્સર અંગેની જાગૃતતા ફેલાવવા માટે વિશ્ર્વ આખામાં આજરોજ વર્લ્ડ કેન્સર ડે તરીકે મનાવવામાં આવે છે. ચિંતાજનક વાત તો એ છે કે રાજયમાં ગત વર્ષોમાં અનેકવિધ પ્રકારનાં કેન્સરોનો દબદબો જોવા મળી રહ્યો છે. નાની વયથી લઈ વયોવૃદ્ધ લોકો કેન્સરનાં ભરડામાં સપડાઈ ગયા છે. મેડિકલ ઓનકોલોજીસ્ટ ડો.બબિતા હાપાણીનું માનવું છે કે લોકોમાં તણાવ, વ્યસન અને આરોગ્ય સાથે જો જીવનશૈલી સુધારવામાં આવે તો કેન્સરને પૂર્ણત: નાથી શકાય છે. હાલ રાજયભરમાં મુખનું કેન્સર સૌથી વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. નાની વયથી વિદ્યાર્થીઓમાં તમાકુનું સેવન જોવા મળતું હોય છે જેના કારણે મુખનું કેન્સર મુખ્યત્વે ગુજરાત રાજયમાં નજરે પડે છે.

કેન્સરની જયારે વાત કરવામાં આવે તો હાલ કેન્સરનાં સૌથી વધુ પ્રકારો જોવામાં આવતા હોય તો તેમાં બ્રેસ્ટ કેન્સર, મુખનું કેન્સર સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. ડોકટરોનું માનવું છે કે મહિલાઓમાં થતા આ કેન્સરને તેઓ તબીબો સમક્ષ મુકવામાં છોછ અનુભવતા હોય છે અને જેના કારણે તેઓને આ ગંભીર રોગનો સામનો કરવો પડે છે. હાલ સ્તન કેન્સર, લંગ કેન્સર, કોલોન કેન્સર, સ્કિન કેન્સર અને પ્રોસ્ટેડ કેન્સર મુખ્યત્વે લોકોમાં જોવા મળે છે ત્યારે બીજી તરફ મેડિકલ ક્ષેત્ર એડવાન્સ થતાની સાથે જ આ તમામ કેન્સરોને વહેલાસર પકડી પાડવામાં આવે તો આ તમામ કેન્સરોનો ઉપચાર થઈ શકે છે એટલે જ કહેવામાં આવ્યું છે કે કેન્સર એટલે કેન્સલ નહીં. સમગ્ર ભારતભરમાં કેન્સરથી પીડાતા દર્દીઓને કેન્સરથી બચાવવામાં આવ્યા છે અને તેઓ તેમનું રોજીદુ જીવન ખુબ જ સારી રીતે જીવી રહ્યા છે. કોઈપણ વ્યકિત કેન્સરથી બચવા માંગતું હોય તો તે તેની જીવનશૈલી સુધારે તો આ ગંભીર રોગથી બચી શકે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ એ વાત સ્પષ્ટ થાય છે કે લોકોની ખાણી-પીણી, વજન, લીલા શાકભાજી અને ફળોનાં ખુબ ઓછા સેવનનાં કારણે લોકોમાં કેન્સરનો રોગ વ્યાપી જતો હોય છે જેમાંથી એક તૃતયાંશ લોકો મોતનાં મુખમાં ધકેલાય છે. સાથો સાથ લોકોનું વ્યસન એટલું જ કારણભુત છે. જયારે બીજી તરફ તમાકુના સેવનથી દેશનાં ૨૨ ટકા લોકો કેન્સરના રોગનો ભોગ બની મૃત્યુ પામે છે. લંગ, કોલેસ્ટ્રોલ, સ્ટમક, લીવર અને બ્રેસ્ટ કેન્સર મારફતે પ્રતિ વર્ષ કેન્સરથી અનેકવિધ લોકોનાં મૃત્યુ નિપજયા હોય છે. લોકોનાં શરીરમાં રહેલા કણોનો યોગ્ય વિકાસ ન થવાના કારણે કેન્સર થતું નજરે પડે છે. કયાંક વારસાઈમાં મળેલું કેન્સર પણ આ રોગને નોતરે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દર ૬ મૃત્યુમાંથી ૧ મૃત્યુ કેન્સર મારફતે થાય છે ત્યારે ૭૦ ટકા જેટલા મૃત્યુઆંક એ દેશોમાં જોવા મળે છે કે જયાં મેડિકલ સુવિધાઓ પૂર્ણત: વિકસિત ન થઈ હોય. કેન્સર થવાની જાણ લોકોને વહેલા થઈ જતી હોય છે જેમાં જો તેના લક્ષણો વિશે માહિતી લેવામાં આવે તો ન રૂજાતી ચાંદીઓ, થયેલ ગાંઠ કે જે દુ:ખાવો ઉદભવિત ન કરતી હોય, ક્ધટીનીયોસ વેઈટ લોસ તથા બ્લીડીંગ આ તમામ કેન્સર થવાના ચિન્હો માનવામાં આવે છે જો આ થતાની સાથે જ તબીબોને દેખાડવામાં આવે તો પહેલા સ્ટેજથી કેન્સરને રોકી શકાય છે. તબીબોનાં જણાવ્યા અનુસાર અન્ય રોગોની સરખામણીમાં કેન્સર રોગથી લોકોને બચાવવા માટે નિર્ધારિત સમયમાં જ કેન્સરનો ઉપચાર થઈ જતો હોય છે. આ કેસમાં કેન્સરનું વહેલું ડિટેકશન દર્દીઓ માટે ફાયદારૂપ માનવામાં આવે છે.

રાજકોટ ખાતે પ્રગતિ હોસ્પિટલનાં મેડિકલ ઓનકોલોજીસ્ટ ડો.બબિતા હાપાણીએ સનસાઈન કોલેજ સાથે મળી કેન્સર નાબુદ અંગે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓએ લોકોને કેવી રીતે સ્વસ્થ રહેવું તે માટે ઝુમ્બાનું આયોજન કર્યું હતું અને કેન્સર રોગથી કેવી રીતે બચી શકાય તે દિશામાં લોકોને માહિતગાર પણ કર્યા હતા. સાથો સાથ કેન્સર રોગથી પીડાતા દર્દીઓ કે જેઓ કેન્સરનાં રોગથી પૂર્ણત: મુકત થયા છે તે તમામ દર્દીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, કેન્સરનાં દર્દીઓને તેમના પરીવારજનોએ હકારાત્મક અભિગમથી તેઓને જીવન જીવતા શીખવાડવું જોઈએ જેથી કેન્સરને હકારાત્મક અભિગમથી નાબુદ કરી શકાય.

Loading...