Abtak Media Google News

સોની વેપારીનું અપહરણ કરી રૂા.૧ કરોડની લૂંટ ચલાવી ઢીમ ઢાળી દીધું ‘તુ

શહેરનાં આજી નદીના પુલ પાસે કિશાન ગૌશાળા નજીક લૂંટના ઈરાદે સોની વેપારીનું અપહરણ કરી હત્યા નિપજાવવાના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપીએ હાથની સારવાર માટે ૩૦ દિવસની માનવતાની જામીન કરી હતી કોર્ટે માનવતાની જમીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.

આ કેસની વિગત મુજબ જામનગર રોઠડ ઉપર જીથરીયાપીર દરગાહ પાસે રહેતા સોની વેપારી વસંતભાઈ ભોગીલાલ ઝીંઝુવાડીયાનું ભરત હસમુખ ઉર્ફે હસમુખલાલ લાઠીપરાએ લૂંટના ઈરાદે અપહરણ કરી આજી નદીનાં પુલ પાસે કિશાન ગૌશાળા તરફ જવાના રસ્તે લઈ જઈ ગળેટૂંપો આપી સોની વેપારીને મોતને ઘાટ ઉતાર્યા હતા. મૃતક સોની વેપારીએ પહેરેલ રૂા.૧ કરોડની કિંમતના ૩.૨૦૦ ગ્રામ સોનાના ઘરેણાની લૂંટ કરી હતી પોલીસે અપહરણ લૂંટ અને હત્યાના ગૂનામાં પોલીસે ભરત લાઠીપરાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જેલ હવાલે રહેલા આરોપીએ હાથની સારવાર માટે ૩૦ દિવસ માટે માનવતાની જામીન અરજી કરી હતી. જે ચાલી જતા કોર્ટે બંને પક્ષોની રજૂઆતોઅને દલીલોને ધ્યાને લઈ આરોપીની માનવતાની જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે.આ કેસમાં સરકાર તરફે એ.પી.પી. મુકેશ પીપળીયાએ રજૂઆત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.